ATM કમ ડેબિટ કાર્ડ તમને ન માત્ર ATMમાંથી પૈસા ઉપાડવામાં પણ સાથે સાથે ઓનલાઈન ખરીદી કરવામાં મદદરૂપ બને છે. આ કાર્ડ આપણે આમ તો આપણી પાસે જ રાખીએ છીએ પરંતુ અમુક વાર ATM કાર્ડ ખોવાઈ જાય તો મુશ્કેલી સર્જાય છે. તેનો દુરૂપયોગ કરીને તમારા ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકાય છે.
ATM કાર્ડ જો કોઈ ખોટા હાથમાં પહોંચી ગયુ તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. બેન્કમાં પડેલા તમારી મહેનતની કમાણીના રૂપિયા એક જ સેકન્ડમાં ગાયબ થઈ શકે છે. આથી ATM કાર્ડ ખોવાઈ જાય તો તમારી સાથે છેતરપિંડી ન થાય તે માટે તરત જ આ કામ કરવું જોઈએ.
કાર્ડ કરી દો બ્લોક:
જેવી તમને ખબર પડે કે તમારો કાર્ડ ખોવાઈ ગયું છે તો સૌથી પહેલા તેને બ્લોક કરાવી દો. આ માટે તમે તમારા બેન્કના કસ્ટમર કેર પર કૉલ કરી શકો છો. અહીં તમને કાર્ડ બ્લોક કરવાનો વિકલ્પ મળશે. આ ઉપરાંત કેટલીક બેન્ક કાર્ડ બ્લોક કરવા માટે અલગથી હોટલાઈન નંબર પણ આપતી હોય છે. તમારી પાસે જે બેન્કનું કાર્ડ હોય તેની જાણકારી રાખો. આમ કરવાથી કોઈ તમારા કાર્ડનો દુરુપયોગ નહિ કરી શકે.
કાર્ડ પ્રોટેક્શન પ્લાનને કરો યૂઝ:
કેટલીક બેન્ક તમને ATM તથા ક્રેડિટ કાર્ડ પર પ્રોટેક્શન પ્લાન પણ આપે છે. આ પ્રોટેક્શન પ્લાન અંતર્ગત છેતરપિંડી થવા બાદ તમને રિફંડ મળવાની સુવિધા આપવામાં આવે છે. આવામાં જો તમે કોઈ કાર્ડ પ્રોટેક્શન પ્લાન લીધો છે તો તરત તેમને પણ આ અંગે સંપર્ક કરી લો. આ પ્લાન અંતર્ગત તમે લિમિટેડ ટાઈમ પીરિયડમાં તમારી સાથે થયેલી છેતરપિંડીની ભરપાઈ કરી શકો છો.
કાર્ડ પરત મળે તો:
જો તમારુ કાર્ડ ખોવાઈ જાય પરંતુ થોડા દિવસ પછી પાછુ મળી જાય તો બેન્ક તમને કાર્ડ અનબ્લોક કરવાનો વિકલ્પ આપે છે. આવામાં તમે બેન્કને જાણ કરી કાર્ડ અનબ્લોક કરાવી શકો છો. જો કે આ પછી પણ તમારે સેફ્ટી માટે યોગ્ય પગલા ઊઠાવવા જોઈએ. પોતાના કાર્ડનો સિક્રેટ પિન ચેન્જ કરી નાંખવો જોઈએ. આમ કરવાથી તમને છેતરપિંડી થવાનો કોઈ ભય રહેતો નથી.