બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બૉલીવુડ જગતને ખોટ! ગદર અભિનેતાનું નિધન! કોઈ મિલ ગયાથી પણ મળી હતી ઓળખાણ
Last Updated: 05:18 PM, 4 November 2024
Tony Mirchandani Passed Away:મિથુન ચક્રવર્તીની પૂર્વ પત્ની બાદ વધુ એક અભિનેતાના નિધનના દુઃખદ સમાચાર આવ્યા છે. હવે 'ગદર' અને 'કોઈ મિલ ગયા' ફેમ અભિનેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
ADVERTISEMENT
ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક પછી એક મોટા આંચકાઓનો સામનો કરી રહી છે. આજે સવારે જ મિથુન ચક્રવર્તીની પૂર્વ પત્ની એટલે કે પૂર્વ અભિનેત્રી હેલેના લ્યુકના નિધનના સમાચાર મળ્યા હતા. હવે બપોર સુધીમાં મનોરંજન ઉદ્યોગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે વધુ એક દુઃખદ સમાચાર મળ્યા છે. હવે પ્રખ્યાત અભિનેતા ટોની મીરચંદાનીનું નિધન થયું છે. ટોની મીરચંદાનીને 'કોઈ મિલ ગયા' અને 'ગદર' જેવી સુપરહિટ ફિલ્મોથી ઓળખ મળી હતી.
ADVERTISEMENT
ટોની મીરચંદાનીનું નિધન
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોની મીરચંદાની સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓથી પીડિત હતા. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને કારણે તેણે જીવ ગુમાવ્યો છે. તેઓ સહાયક ભૂમિકામાં જોવા મળતા હતા, પરંતુ તેના પાત્ર અને તેના અભિનયએ ફિલ્મમાં ખાસ છાપ છોડી હતી. ફિલ્મો ઉપરાંત ટોની મીરચંદાણી ટીવી ઈન્ડસ્ટ્રીનો પણ લોકપ્રિય ચહેરો હતો. સેટ પર પણ તેની પ્રોફેશનલિઝમની પ્રશંસા કરવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ તેની પ્રશંસા અને આદર કરતી હતી.
પ્રાર્થના સભા
અહેવાલો અનુસાર ટોની મીરચંદાની લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને હવે તેમના નિધનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હવે અભિનેતાના ચાહકો અને તેના સહ કલાકારો અત્યંત દુઃખી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે માત્ર મનોરંજન જગતમાં તેમના યોગદાનને યાદ કર્યુ, લોકો તેમના સ્વભાવને યાદ કરીને ભાવુક પણ થઈ રહ્યા છે. હવે અભિનેતાની પ્રાર્થના સભાને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ સામે આવી છે.
આ પણ વાંચોઃ PHOTOS / બ્લેક સાડીમાં અવનીત કૌરે આપ્યા એવા કિલર પોઝ
ટોની મીરચંદાનીની પ્રાર્થના સભા ક્યાં યોજાશે?
તમને જણાવી દઈએ કે, ટોની મીરચંદાનીની પ્રાર્થના સભાની માહિતી હવે તેમના પરિવાર દ્વારા શેર કરવામાં આવી છે. હાલમાં અભિનેતાની પત્ની રમા મીરચંદાણી, તેની પુત્રી શ્લોકા મીરચંદાની અને પરિવારના અન્ય તમામ સભ્યો પોતાને સંભાળવાનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેમની પ્રાર્થના સભા સિંધુ ભવન સિંધી ઝુલેલાલ મંદિર 45, પીજી રોડ, સિંધી કોલોની બેગમપુર, સિકંદરાબાદ હૈદરાબાદ, તેલંગાણા ખાતે રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.