બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વીડિયોઝ / અજબ ગજબ / જેવા સાથે તેવા! 500 રૂપિયા બચાવવાના ચક્કરમાં 5000નું નુકસાન, વીડિયો વાયરલ
Last Updated: 10:41 PM, 21 January 2025
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક હોય કે પછી ટ્વીટર દરેક પ્લેટફોર્મ પર આવા વાયરલ થતાં હોય છે. હાલમાં એક પેટ્રોલ પંપ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની પર લોકોની મજેદાર કૉમેન્ટ આવી રહી છે. આવો જાણીએ કે આ વીડિયો વાયરલ કેમ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Car driver 500 ke chakkar me 5000 nuksaan ho gaya 😭 pic.twitter.com/rwONoYpluw
— Vishal (@VishalMalvi_) January 20, 2025
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે,એક વ્યક્તિ પેટ્રોલ પંપ પર પોતાની કારમાં પેટ્રોલ ભરાવી રહ્યો હોય છે. ગાડીમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પેટ્રોલ પંપનો કર્મચારી પૈસા માંગે છે પરંતુ કાર ચાલક પૈસા નથી આપતો. પછી તરત જ કાર ચાલક પેટ્રોલના ચૂકવ્યા વગર ત્યાંથી ભાગવા લાગે છે. કાર ધીમી ગતિએ હોવાથી પેટ્રોલ પંપના કર્મચારીએ કંઈક એવું કર્યું જેનાથી કાર માલિકને મોટું નુકસાન થઈ ગયું. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે કર્મચારી કારની પાછળનો કાચ તોડી નાખે છે. આ વાયરલ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી મળી રહી.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયો X પ્લેટફોર્મ પર @VishalMalvi_ નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, '500 રૂપિયાની પાછળ કાર ચાલકને 5000 રૂપિયાનું નુકસાન થયું. આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. જેમાં એક યુઝરે કૉમેન્ટ કરી કે, "સલામ છે તે વ્યક્તિને". બીજા યુઝરે લખ્યું કે, "એટલા માટે જ ચૂપચાપ પૈસા આપી દેવા જોઈએ". ત્રીજા યુઝરે લખ્યું કે, "વાહ સારું કર્યું યાર." ચોથા યુઝરે લખ્યું - , "જો કાર ચોરેલી હોય તો".
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.