બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઝડપથી વજન ઘટાડવાના ચક્કરમાં ન પડતા! થાક-નબળાઈની સાથે અનેક સ્વાસ્થ્ય નુકસાન
Last Updated: 04:40 PM, 11 January 2025
આજના સમયમાં મોટા ભાગના લોકો એવું ઈચ્છે છે કે, કોઈ પણ મહેનત કર્યા વિના તેમનું વજન ઝડપથી ઘટી જાય. પરંતુ શું તમે જાણો છો કે ઝડપથી વજન ઘટાડવું સ્વાસ્થ્ય પર કેટલું અસર કરે છે? ઓછા સમયમાં વજન ઓછું કરવાથી સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. વજન ઘટાડવું એ સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ છે, પરંતુ ઝડપથી વજન ઓછું કરવાથી શરીરને ઘણી રીતે નુકસાન થાય છે.
ADVERTISEMENT
પોષણમાં ઘટાડો
ADVERTISEMENT
જ્યારે લોકો ઝડપથી વજન ઘટાડે છે, ત્યારે તેઓ ઓછી કેલરીવાળા આહાર લેતા હોય છે. આવા આહારમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની ઉણપ હોઈ શકે છે. જેના કારણે શરીરને જરૂરી એનર્જી અને પોષણ મળતું નથી. જેના કારણે નબળાઈ, થાક અને રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે.
સ્નાયુઓને અસર
બધા જ જાણે છે કે, સ્નાયુઓ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. જ્યારે આપણે ઝડપથી વજન ઘટાડીએ છીએ, ત્યારે માત્ર ચરબી જ નહીં પરંતુ શરીરના સ્નાયુઓ પર પણ ખરાબ અસર થાય છે. જે મેટાબોલિઝમને નુકસાન પહોંચાડે છે.
વધુ વાંચો: કોફીના શોખીનો માટે સારા સમાચાર, આ ટાઈમે પીવાથી 31 ટકા ઘટશે હાર્ટ એટેકનો ખતરો
હોર્મોન અસંતુલન
ઝડપી વજન ઘટાડવાથી શરીરમાં હોર્મોન અસંતુલન થઈ શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં, ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હોર્મોન અસંતુલન માનસિક સ્થિતિને પણ અસર કરી શકે છે. તેનાથી તણાવ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે.
થાક અને નબળાઇ
પોષક તત્વોની ઉણપ ધરાવતો ખોરાક ખાવાથી શરીરમાં એનર્જી લેવલ ઘટી જાય છે. આ કારણે વ્યક્તિને ચક્કર આવે છે, માથાનો દુખાવો થાય છે અને થાક લાગે છે. સુસ્તી અને નબળાઈને કારણે રોજિંદા કાર્યો પણ તમારા માટે મુશ્કેલ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.