Losing the battle against life; 11-year-old Flora, a one-day collector in Ahmedabad, dies after suffering from the disease
શોકાકૂલ /
જિંદગી સામે જંગ હારી; અમદાવાદમાં એક દિવસ માટે કલેકટર બનેલી 11 વર્ષીય ફ્લોરાનું નિધન;આ બીમારીથી પીડિત હતી બાળકી
Team VTV10:59 PM, 06 Oct 21
| Updated: 12:06 AM, 07 Oct 21
માત્ર એક જ દિવસ માટે અમદાવાદ જિલ્લા કલેકટર બનેલી 11 વર્ષીય યુવતી ફ્લોરાનું નિધન.કેટલાક મહિનાથી તેઓની બ્રેન ટ્યુમરની સારવાર ચાલી રહી હતી.કલેકટર સાંગલેએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ
એક દિવસીય કલેકટર ફ્લોરાનું નિધન
બ્રેન ટ્યુમરની ચાલી રહી હતી સારવાર
જિલ્લા કલેકટરે પાઠવી ટ્વીટર પર સાંત્વના
મનના ઈરાદાઓ તો મક્કમ હતા,પણ જિંદગી સામે જંગ હારી જવાયો' માત્ર એક જ દિવસ માટે અમદાવાદ જિલ્લા કલેકટર બનેલી 11 વર્ષીય યુવતી ફ્લોરાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાથી તેઓની બ્રેન ટ્યુમરની સારવાર ચાલી રહી હતી.અને એક સ્વયંસેવી સંસ્થા મારફત અમદાવાદ જિલ્લા કલેકટરને ફ્લોરાની IAS બનવાના સ્વપ્ન વિષે ખબર પડતા તેમની ઈચ્છા પુરતી કરવાનું નક્કી કર્યું હતું. આ બીમારી એવી હતી કે તુરંતમાં તેમની મનોકામના પૂર્ણ થાય તે શક્ય નહોતું.જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ ફ્લોરાને માન-સન્માન સાથે 18 સપ્ટેમ્બરે એક દિવસ માટે જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપ્યો હતો.ફ્લોરાના નિધનથી કલેકટર ખુદ ભાવુક થયા અને તેમણે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા બહાદુર દીકરી ફ્લોરા આસોડિયાના નિધનથી ખૂબ જ દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેના પરિવારજનો સાંત્વના પાઠવી છે.
મારી 11 વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ 7માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની.
ફ્લોરાને કલેકટરે બેસાડી ખુરશી પર
ફ્લોરાની માતા સોનલબેન આસોડિયા આ ઘટનાથી ખુબ જ ભાવુક થઈ જિલ્લા વહીવટી તંત્રના અઆભારી રહેવા સાથે ઉક્ત શબ્દો ઉચ્ચાર્યા. તેમણે કહ્યું કે ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લોરા તથા તેના આખા પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવાના સ્વપ્નને સાકાર થતા જોયુ. સરગાસણમાં રહેતી ફ્લોરાને જિલ્લા કલેક્ટરશ્રની ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લાવવામાં આવી હતી. જ્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું.ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા કલેક્ટરશ્રની ચેમ્બરમાં લઈ જવાઈ. જિલ્લા કલેક્ટરએ ખુદ ફ્લોરાને કલેક્ટરની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.