બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઓલ ટાઈમ હાઈ થયા બાદ શેર માર્કેટમાં મોટો કડાકો, 12 શેરમાં તેજી તો 18 મંદીની ચપેટમાં

શેર બજાર / ઓલ ટાઈમ હાઈ થયા બાદ શેર માર્કેટમાં મોટો કડાકો, 12 શેરમાં તેજી તો 18 મંદીની ચપેટમાં

Last Updated: 04:12 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું. અને ગગડયું પણ એવું કે દિવસભરની તમામ તેજી ગુમાવીને બીએસઈ સેન્સેક્સ ગઈકાલની સરખામણીએ નીચા સ્તરે બંધ થયો હતો.

શેર બજારમાં આજે દિવસભર તેજી જોવા મળી હતી.. પરંતુ બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું. અને ગગડયું પણ એવું કે દિવસભરની તમામ તેજી ગુમાવીને બીએસઈ સેન્સેક્સ ગઈકાલની સરખામણીએ નીચા સ્તરે બંધ થયો હતો.. બીજી તરફ નિફ્ટી પણ થોડો ઘટ્યો હતો પરંતુ રેડ ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યો હતો.

BSE સેન્સેક્સ ઘટાડા સાથે બંધ

BSE સેન્સેક્સ 19.89-0.03 ટકાના ઘટાડા સાથે 75,390 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈનું નિફ્ટી 24.65 પોઇન્ટ અંક અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 22,932ના લેવલ પર ક્લોઝ થયું હતું. .

રેકોર્ડ ઉંચાઇ હાંસલ કર્યા બાદ ગબડ્યું શેર બજાર

આ અગાઉ આજે બીએસઇ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ પણ નવી રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી હતી. સેન્સેક્સ પ્રથમ વખત 76,000 નો આંકડો વટાવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પાછળ રહ્યો ન હતો અને 23110ની સપાટીને પાર કરી ગયો હતો. વૈશ્વિક બજાર પ્રત્યે રોકાણકારોના સકારાત્મક વલણ અને લોકસભાની ચૂંટણીના પરિણામોને કારણે શેરબજારમાં સતત ઉછાળો આવી રહ્યો હતો. નિફ્ટી મિડકેપ પણ પ્રથમ વખત 53000ના સ્તરને પાર કરી ગયો હતો.. બેન્ક નિફ્ટી પણ તેની સર્વોચ્ચ સપાટીની નજીક હતો. જો કે બંધ થવાના સમયે શેરબજાર પછડાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Stock market Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ