બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 6 December 2024
ગુજરાતના ગાંધીનગરના અડાલજ પાસેના શેરથા ગામમાં એક એવો આશ્રમ છે જ્યાં કોઈ પણ દેવી-દેવતાની કે શિવલિંગની કે મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. આ વડાવાળા મહાદેવ આશ્રમમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને ભગવાન શિવની વટવૃક્ષના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
વિશ્વનું પ્રથમ મદિર
ADVERTISEMENT
વડવાળા મહાદેવ આશ્રમના અધિકારીએ જણાવ્યું હતું કે વિશ્વનું આ પહેલું એવું મંદિર છે, જ્યાં વટવૃક્ષના રૂપમાં ભગવાન ભોલેનાથની સ્થાપના કરવામાં આવી છે. આ મહાદેવની સ્થાપના 2023 ના પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત સાચા મનથી પૂજા કરે છે, ભગવાન ભોલેનાથ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહાદેવના દર્શન કરવાથી શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળે છે.
મહામૃત્યુંજય જાપ
આ આશ્રમમાં મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે છે. ભગવાન શિવનો આ મંત્ર આધ્યાત્મિક સાધના કરતાં વધુ ફાયદાકારક છે. તેને રુદ્ર મંત્ર અથવા ત્ર્યંબકમ મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રનું વર્ણન ઋગ્વેદ અને યજુર્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ અત્યંત ઉપયોગી છે. યોગ-પ્રાણાયામ અને ધ્યાન પણ અહીં કરવામાં આવે છે.
વડના વૃક્ષનું મહત્વ
વડના વૃક્ષ અક્ષય વૃક્ષ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે તેને રોપવાથી વ્યક્તિને 1000 અશ્વમેધ યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. શાસ્ત્રો અનુસાર વટવૃક્ષની નીચે બેસીને પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું માનવામાં આવે છે. ભગવાન બુદ્ધને પણ વટવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 50,000 થી વધુ વડના વૃક્ષો વાવવામાં આવ્યા છે.
વધુ વાંચો: રૂપિયા કમાવવાનો રૂડો અવસર, આજે આ જન્મ તારીખવાળા લોકોને થશે લાભ જ લાભ
10 કરોડ વડ વાવવાનો સંકલ્પ
વડ વૃક્ષ સતત ઑક્સીજન પૂરું પાડે છે, તેના લાંબા અને જાડા મૂળિયાં ભૂકંપના ઝટકાને પણ સહન કરી લે છે. અને ખેડૂતોના પાકને નુકસાન કરતાં કિટકો સામે પણ રક્ષણ આપે છે. આથી આ સંસ્થાએ ભારતના તમામ નાના-મોટા તળાવો અને નદી કિનારા પર 10 કરોડ વડના વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, જેથી માનવ જીવન અને પર્યાવરણને સુધારી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT