બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ઓલપાડમાં મહાદેવનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ, મંદિરમાં ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
Last Updated: 06:06 AM, 14 December 2024
સુરત શહેરને અડીને આવેલો ઓલપાડ તાલુકો દરિયા કાંઠે આવેલો હોવાથી તે કાંઠા વિસ્તાર ગણાય છે. ઓલપાડના છેવાડે દરિયા કિનારે અને સુરત શહેરની નજીક આવેલા તેના ગામે સ્તેનેશ્વર મહાદેવજીનું પ્રાચીન મંદિર આવેલું છે. મહાદેવજીના આ મંદિરનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે.
ADVERTISEMENT
કહેવાય છે કે મહાસાગરનું મંથન દેવો અને દાનવોએ કર્યું હતું ત્યારે અમૃત પાત્ર લઈને ધન્વંતરિ ભગવાન પોતે બહાર નીકળ્યા હતા. તે સમયે હર્ષ વિભોર પામેલા દેવતાઓએ બ્રહ્મદેવને કહ્યું હતું કે સર્વ લોકોને દુર્લભ અમૃત પ્રાપ્ત થયું છે. તો તેનું સેવન કોઈ પવિત્ર તીર્થમાં સ્નાન બાદ કરીએ. એટલે બ્રહ્મદેવે કહ્યુ કે સૂર્યપુત્રી તાપી સમુદ્રના સંગમ સ્થાન સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી એટલે ત્યાં અમૃત પાન કરવાથી તમારું કલ્યાણ થશે. તાપી સમુદ્રનો સંગમ એ તો અમૃતોમાં પણ ઉત્તમરૂપ છે. આ સાંભળી બ્રહ્મા સહિત તમામ દેવો સૂર્ય પુત્રી તાપી નદીના તટે આવ્યા હતા.
ADVERTISEMENT
સ્તેનેશ્વર તીર્થ પર અમૃત પાન કરાવ્યુ
આજ જગ્યા પર ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી વિશ્વને મોહિત કરે તેવી માયા સર્જી તે માયાથી મોહિત થઈ દાનવોએ અમૃતકુંભ વૈષ્ણવીને આપી દીધો તે વૈષ્ણવી માયારૂપી વિષ્ણુ ભગવાને અમૃતકુંભ લઈ સ્તેનેશ્વર તીર્થ પર અમૃત પાન કરાવ્યુ હતું તેથી આ દેવોને આનંદ આપવાનું તીર્થરાજ કહેવાયું એટલે સ્તેનેશ્વર તીર્થ સર્વ મનોરથો પૂર્ણ કરનાર ગણાય છે. તેનાગામે બિરાજમાન પ્રાચીન મહાદેવ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજિત છે. એટલે તેમને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ પણ ગણવામાં આવે છે.
માંસપિંડ સ્વરૂપમાંથી મુક્તિ મેળવી નવુ રૂપ પ્રાપ્ત કર્યું
સ્તેનેશ્વર મહાદેવના દર્શન માત્રથી સામૂહિક પાપ ધોવાઈ જાય છે. માગસર સુદ એકાદશી, મૌની એકાદશી, મોક્ષદા એકાદશીથી અતિપાપી પણ સ્વર્ગમાં જાય છે એવો તેનો મહિમા છે. સ્તેનેશ્વર મહાદેવ મંદિર નજીક પિંડેશ્વર મહાદેવ આવેલુ છે. મુનિશ્રેઠ લોમેશના શ્રાપથી માંસપિંડ થઈ ગયેલા ગાંધર્વએ પણ સ્તેનેશ્વર તીર્થમાં માંસપિંડ સ્વરૂપમાંથી મુક્તિ મેળવી નવુ રૂપ પ્રાપ્ત કર્યું હતું.
બાર જ્યોતિલિંગ પછી આ ત્રણ મહાદેવનો ઉલ્લેખ
વિશ્વની અતિ પ્રાચીન સૂર્ય તાપી નદીના કિનારે સમુદ્રના સંગમ સ્થાન તરીકે જાણીતા સમુદ્રના કિનારે આવેલા સ્તેનેશ્વર મહાદેવની ગાથા રોચક છે. સ્કંધ પુરાણ અંતર્ગત તાપી પુરાણમાં સ્તેનેશ્વર મહાદેવ, દરભેશ્વર મહાદેવ, તથા પિંડેશ્વર મહાદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે બાર જ્યોતિલિંગ પછી આ ત્રણ મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. સ્તેનેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. શ્રાવણ માસ તેમજ શિવરાત્રિમાં દૂરદૂરથી ભક્તો દર્શન કરવા માટે અહિં આવે છે. અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
આ પણ વાંચો: ધણી ધાર્યું કરશે! શુક્ર પ્રદોષ વ્રતની આ કથાનો પાઠ કરવાથી મળશે શુભ ફળ, પરેશાની થશે પસ્ત
સ્તેનેશ્વર મહાદેવ ત્રીલીંગ સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસમાં શિવભક્તો આ મંદિરે પરિવાર સાથે ઉમટે છે અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. તાપી માતા અને સમુદ્ર સંગમ તટે આજે પણ મહાદેવ ભક્તોના પાપોનો નાશ કરે છે. એટલે જ આ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે અને લોકો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.