lord krishna devotee foreigner achyuta gopi viral video
આફરીન /
આવો ડાયરો તો ક્યારેય નહીં જોયો હોય! વિદેશી મહિલા કરે છે કૃષ્ણ કિર્તન, VIDEO જોઈને કહેશો 'હાં મોજ હાં'
Team VTV09:37 PM, 09 Jan 22
| Updated: 09:37 PM, 09 Jan 22
ગુજરાતીઓમાં ડાયરો ખૂબ જ જાણીતો છે, જાણીતા કલાકારો દ્વારા બોલાવાતી રમઝટને માણવા દૂર-દૂરથી કલાકારો આવી ચડે છે. ત્યારે એક વિદેશી મહિલાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
વિદેશી મહિલા કલાકાર અચ્યૂત ગોપીનો વીડિયો વાયરલ
હાર્મોનિય સાથે ગાય છે કૃષ્ણ ભક્તિના ગીતો
વીડિયો જોઈને ગુજરાતના ડાયરાની રંગત આવી જશે યાદ
અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતી અચ્યૂત ગોપી નામની વિદેશી મહિલા હિંદુ ધર્મને માને છે અને તેણી ભગવાન કૃષ્ણના ભક્તિપદોના ગાયન માટે ખૂબ જ જાણીતી છે. અચ્યૂત ગોપીને સાંભળવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો આવી ચડે છે.
ઉલ્લેખનીય છે કે, અચ્યૂત ગોપી આધ્યાત્મિક કન્ટેન્ટ નિર્માતા અને ગ્રેમી નોમિનેટૅડ આર્ટિસ્ટ છે. અને તેણીને ભક્તિ ગીતો માટે ઢગલાબંધ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અચ્યૂત ગોપી જણાવે છે કે, તેમના જીવનનો ઉદેશ્ય છે કે, કીર્તનના માધ્યમથી ભગવાનની ભક્તિમાં લીન થઈ જવું.