બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Lord Jagannathji will enjoy Mosal hospitality at Saraspur for 15 days from today

અમદાવાદ / 146મી રથયાત્રા પૂર્વે આજે જગન્નાથજીની જળયાત્રા: ભગવાન ગજવેશમાં દર્શન આપી 15 દિવસ મોસાળમાં વિતાવશે

Pravin Joshi

Last Updated: 07:45 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે.

  • ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ 
  • ભગવાન જગન્નાથજી આજથી 15 દિવસ સુધી મહેમાનગતિ માણશે
  • જળયાત્રા સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળશે

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે જળયાત્રા માટેની જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે. સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ ત્યાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ષોડ્પશોચાર પૂજા વિધિ કરવામાં આવશે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યાર બાદ ભગવાનનાં ગજવેશનાં દર્શન થશે. આરતી બાદ ભગવાન જગન્નાથજીને મોસાળ મોકલવામાં આવશે.  જળયાત્રા  વિધિમાં ગૃહરાજ્યપ્રધાન  હર્ષ સંઘવી,  શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.

ભગવાન જગન્નાથની 144 જળયાત્રા આવતીકાલે યોજાશે, શું આ વર્ષે રથયાત્રા નિકળશે ?  | Tommorow jaytra will be celebreat in ahmedabad jagnnath mandir

જળયાત્રાને મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે

આ જળયાત્રાને મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશમાં શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાનાં મોસાળમાં પહોંચી જશે અને ત્યાં  લોકો દર્શન કરી શકશે. ભગવાન જગન્નાથજી આજથી 15 દિવસ સુધી સરસપુર ખાતે મોસાળની મહેમાનગતિ માણશે. હાલ ભગવાનની જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે બંને મંદિરમાં આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઇને જાણવા જેવી રસપ્રદ વાત | Ahmadabad  jagannath mandir jal yatra

ભાણેજને વધાવવા સરસપુરમાં ઉત્સાહનો માહોલ 

આજે જળયાત્રા બાદ ભગવાન તેમના મોસાળ સરસપુર જવાના છે અને 15 દિવસ મામાના ઘરે રોકાવાના છે. જેને લઈને મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદની શક્યતાને  લઈને સરસપુરમાં રણછોડરાય મંદિરમાં  વોટરપ્રૂફ ડોમ બાંધવામાં આવ્યાે છે. જેની સાથે આ વર્ષે 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ભગવાનનાં મનોરથ, ભજન, કીર્તન, શોભાયાત્રા અને લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 7 જૂનથી 17 જૂન સુધી ભગવાન સરસપુરમાં રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gajavesh Jagannathji LordJagannathji RathYatra Saraspur darshan jalyatra RathYatra 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ