ધર્મ /
ઘરનો વાસ્તુ દોષ દૂર કરશે ભગવાન શ્રી ગણેશ, જાણો કેવી રીતે
Team VTV06:31 PM, 14 May 19
| Updated: 06:37 PM, 14 May 19
વાસ્તુ શાસ્ત્રમાં ભગવાન શ્રીગણેશને મહત્વપૂર્ણ સ્થાન અપાયું છે. ભગવાન શ્રીગણેશ વાસ્તુ દોષો દૂર કરે છે. ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. શ્રી ગણેશનું નિત્ય પૂજન-અર્ચન કરવામાં આવે તો ત્યાં સદૈવ રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભનો વાસ હોય છે. આવો અહીં જાણીએ શ્રીગણેશ કેવી રીતે ઘરના વાસ્તુનો દોષ દુર કરે છે.
1) ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન શ્રીગણેશની પ્રતિમા અથવા તસવીરને લગાવવાથી પરિવારની ઉત્તરોત્તર ઉન્નતિ થાય છે.
2) આંબો, પીપળો અને લીમડાના લાકડામાંથી બનેલી શ્રી ગણેશની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી. તેનાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા મળે છે.
3) ઘરના મુખ્ય દરવાજા પર શ્રી ગણેશની પ્રતિમા અને તસવીર લગાવવી જોઇએ. તેમની આજુ-બાજુમાં સિંદૂરથી બે પત્નીઓના નામ રિદ્ધિ-સિદ્ધિ લખવાની પણ પરંપરા છે.
4) ઘરમાં પૂજા માટે સુઇ રહેલા અથવા બેઠેલા શ્રી ગણેશની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે.
5) ઓફિસમાં, ધંધાની જગ્યાએલ ઉભી મુદ્રામાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાવવી જોઇએ. તેનાથી સ્ફૂર્તિ અને ઉમંગ બની રહે છે. જોકે એટલું ધ્યાન રાખવું જોઇએ કે ભગવાન શ્રી ગણેશજીના બંને ચરણ જમીનને સ્પર્શ કરતા હોય. તેથી કાર્યસ્થળે સ્થિરતાવ બની રહે છે.