બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / looks like there will be a war in country rakesh tikait big statement on farmers protest

વિવાદ / એવું લાગી રહ્યું છે કે, દેશમાં યુદ્ધ થશે, કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતના નિવેદનથી મચ્યો હડકંપ

Last Updated: 11:06 AM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને સરકારને આપી ચિમકી

  • રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન
  • દેશમાં ખેડૂતોને નુકસાન છે
  • ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો સરકાર સાંભળશે 
     

ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે ખેડૂતો પાછા નહીં ફરે, તે ત્યાં જ રહેશે. સરકારને વાતચીત કરવી જોઈએ. તેણે કહ્યું કે અમે 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. આગળનો જે પણ નિર્ણય હશે તે નિર્ણય અમે તેમાં લઈશું. બે મહિનાનો સરકાર પાસે પણ ટાઈમ છે. પોતાનો નિર્ણય સરકાર પણ કરી લે અને ખેડૂતો પણ કરી લેશે. એવું લાગી રહ્યું છે યુદ્ધ થશે દેશમાં. યુદ્ધ થશે. 

દેશમાં ખેડૂતોને નુકસાન છે
રામપુર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના હાલચાલ પુછવા માટે આવ્યા છે. વરસાદ નથી પડી રહ્યો. અમે ડિઝલને લઈને આંદોલન કરી રહ્યા છીએ તો સરકાર કહી રહી છે કે મોંઘવારીથી તમારો શું મતલબ છે?  ડીઝલ ખરીદી રહ્યા છે. જોઈએ સરકાર સબ્સિડી આપશે છે કે નહીં. ખેડૂત પોતાના ખિસ્સામાંથી ખરીદી કરી રહ્યા છે. શેરડીની ખરીદી નથી થઈ રહી. તરાઈ વાળી બેલ્ટને નુકસાન થઈ રહ્યું છે. હાલત એ છે કે દેશમાં ખેડૂતોને નુકસાન છે.  

ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો સરકાર સાંભળશે 
ટિકૈતે કહ્યું કે સરકાર જે કાયદો લાવી છે. તેનાથી વધુ નુકસાન થશે. રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું કે સરકાર કાયદા પરત લે અને ખેડૂતો સાથે બેસીને વાત કરે. નહીં તો આંદોલન ચાલુ રહેશે. અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છીએ માટે સરકાર અમારૂ નથી સાંભળી રહી. ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો જ સરકાર સાંભળશે. જે અમે કરવા નથી માંગતા અમે શાંતિના પુજારી છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Big Statement farmers protest rakesh tikait ખેડૂત આંદોલન રાકેશ ટિકૈત farmer protest
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ