બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Looking at all possible options to stage IPL 2020, says BCCI president Sourav Ganguly

ટૂર્નામેન્ટ / આ રીતે IPLનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે BCCI, સૌરવ ગાંગુલીએ કહી મનની વાત

Parth

Last Updated: 05:05 PM, 11 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં દેશ-દુનિયાની કેટલીક સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ રદ્દ અથવા એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આઈપીએલના આયોજનને લઈને નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીએ આ નિવેદન બાદ લાંબા સમયથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિયાઓ ગેલમાં આવી ગયા છે.

  • દર્શકો વિના ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે BCCI
  • લોકડાઉનમાં મુલતવી થઇ હતી ભારતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ 
  • સૌરવ ગાંગુલીના નિવેદન બાદ ક્રિકેટપ્રેમીઓમાં આશા જાગી 

બુધવારે ICCની બેઠક બાદ સૌરવ ગાંગુલી વિવિધ રાજ્યોના ક્રિકેટ સંઘને પત્ર લખ્યો જેમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ આઇપીએલના 13માં સિઝનને લઈને કહ્યું કે હાલ બોર્ડ દર્શકો વિના જ ખાલી સ્ટેડીયમમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ચાહકો, સ્ટેક હોલ્ડર, સ્પોન્સર્સ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. એવામાં અમે દરેક સંભવિત વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે બોર્ડ ટૂર્નામેન્ટના આયોજનને લઈને ખૂબ આશાસ્પદ છે. 

નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતની સૌથી ટૂર્નામેન્ટને મુલતવી રાખવી પડી હતી. શરૂઆતમાં IPL 2020નું આયોજન માર્ચ મહિનામાં કરવામાં આવ્યું હતું તે બાદ એપ્રિલ મહિના સુધી સ્થગિત કરવામાં આવી. જોકે તે બાદ તો લોકડાઉન લાગુ થઇ જતા IPLને અનિશ્ચિત કાળ સુધી મુલતવી કરી દેવામાં આવી. હવે ઓકટોબર મહિનામાં લીગનું આયોજન કરવામાં આવશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે જો IPLનું આયોજન નહીં કરવામાં આવે તો ચાર હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે. આ સિવાય પણ કેટલીય સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ કોરોના વાયરસનાં કારણે આયોજિત થઇ શકી નહીં. 

ભારતનાં કરોડો ક્રિકેટ રસિયાઓને દરવર્ષે ટૂર્નામેન્ટને લઈને ખૂબ ઉત્સાહ હોય છે. ટૂર્નામેન્ટના મોટા ભાગના મેચ ખૂબ રોમાંચક હોય છે તથા ટૂર્નામેન્ટથી કેટલાય લોકોને રોજગારી પણ મળે છે. ત્યારે નોંધનીય છે કે વિદેશનાં પણ કેટલાક ખેલાડીએ ટૂર્નામેન્ટ રમવા માટે અતિઉત્સુક છે. ટૂંક સમય પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે કહ્યું હતું કે તે ભારત આવીને આઈપીએલ રમવા માંગે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI BCCI President Indian Premier League Ipl 2020 Sourav Ganguly Sports News IPL 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ