Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

હિંસા / ભારત ધાર્મિક આધારે થતી હિંસાની નિંદા કરે : અમેરિકા

ભારત ધાર્મિક આધારે થતી હિંસાની નિંદા કરે : અમેરિકા

ટ્રમ્પ વહીવટીય તંત્ર ઇચ્છે છે કે ભારત સરકાર ધાર્મિક આધારે થતી હિંસાને વહેલી તકે નિંદા કરે અને ગુનેગારોને જવાબદાર ઠેરવે. એક ટોચના અધિકારીએ સાંસદોએ કહ્યું કે તેથી ભારતના સુરક્ષા અને આર્થિક હિત વધારવામાં અને ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. 

દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના વરિષ્ઠ બ્યૂરો અધિકારી એલિસ જી વેલ્સે સદનના એશિયા માટેના વિદેશ મામલાની ઉપ સમિતિને કહ્યું કે ભારતની સાથે પોતાના સંબંધોને ટ્રમ્પ વહીવટીય તંત્ર એક વિવિધ અને સમાવેશી સમાજના સંરક્ષણનું મહત્વ બનાવી રાખશે. કોંગ્રેસની ઉપ સમિતિ સમક્ષ આપવામાં આવેલા નિવેદનમાં વેલ્સના સાંસદોએ કહ્યું કે ભારતીય સંવિધાન ધાર્મિક આઝાદી સહિત મૌલિક સ્વંતત્રતાઓને મજબૂત સરક્ષણ બનાવે છે.

એમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ભારતની લોકશાહી ઢબે ચૂંટાઇ આવેલ નેતા અને સંસ્થાઓ ધાર્મિક આધારે આચરવામાં આવતી હિંસાની નિંદા કરે અને ગૂનેગારોને જવાબદેહ ઠેરાવે. આ ભારતની સુરક્ષા અને આર્થિક હિતોને વધારવામાં અને આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદગાર હશે. વેલ્સે કહ્યું કે અમે ફરી ચૂંટાઇ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીને ધ્યાને લીધી છે, જેમા એમણે સમાવેશ પ્રતિ પોતાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે. 

એમણે કહ્યું કે મે માસમાં ભારતે દુનિયાના ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી યોજી, અમે ભારતને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે અને વડાપ્રધાનને જીત મેળવવા માટે શુભકામના પાઠવીએ છીએ.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ