દિવાળી પૂર્ણ થયા બાદ સોનાની કિંમતમાં રોજે રોજ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ફરી સોના-ચાંદીના ભાવમાં વધારો થવા પામ્યો છે.
સોના ચાંદીના ભાવમાં ફરી વધારો
લગ્ન સીઝનના ટાણે જ વધ્યા સોના-ચાંદીના ભાવ
સોનાનો ભાવ 55 હજાર 700ને પાર
ચાંદીનો ભાવ 69 હજારને પાર
US માં આર્થિક મંદીની અસર-વેપારી
દિવાળી પૂર્ણ થયા બાદ સોનાની કિંમતમાં રોજે રોજ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ફરી સોના-ચાંદીના ભાવમાં વધારો થવા પામ્યો છે. એક તરફ લગ્ન સીઝન હાલમાં ચાલી રહી છે. ત્યારે અચાનક સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાવા પામ્યો છે. લગ્ન સીઝનની અસર સોનાના ભાવ પર દેખાઈ રહી છે. સોનાના ભાવમાં 55 હજાર 700 ને પાર જ્યારે ચાંદીનો ભાવ 69 હજારને પાર ગયો છે.
યુએસમાં આર્થિક મંદી અને ચીનમાં ફરી લોકડાઉનની સ્થિતી
હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. ત્યારે રોજે રોજ સોનાનો ભાવ વધી રહ્યો છે. સોનાના વધતા ભાવ બાબતે સોના-ચાંદીના વેપારીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિબળ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વિશ્વમાં વધતી જતી અશાંતિનાં કારણે પણ સોનાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ચીનમાં ફરી લોકડાઉનની સ્થિતિ સર્જાવા પામી છે. તેમજ US માં પણ હાલમાં આર્થિક મંદી અસર જોવા મળી રહી છે અને ત્યાં કરવેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. US માં પણ મંદીની અસર પણ સોના-ચાંદીના ભાવ વધારાનું એક મહત્વનું પરિબળ છે.