વિદેશમાં જુઓ કોણે રાહુલ ગાંધીને કહ્યા પપ્પું

By : vishal 09:41 PM, 17 January 2019 | Updated : 09:41 PM, 17 January 2019
વિધાનસભાની ચૂંટણીમાં પાંચમાંથી ત્રણ રાજ્યોમાં સત્તાની કમાન મળ્યા બાદ રાહુલ ગાંધીના ઉત્સાહમાં અનેક ગણો વધારો જોવા મળ્યો પણ રાહુલ ગાંધી અંગે વિરોધીઓ દ્વારા વાપરવામાં આવતો પપ્પુ શબ્દ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક તસ્વીર સાથે દાવો થઇ રહ્યો છે કે, દુબઇના સમાચાર પત્રએ રાહુવ ગાંધીને પપ્પુ કહ્યા. આખરે શું છે રાહુલ ગાંધી અંગે છપાયેલી હેડલાઇડનું સત્ય. જુઓ આ રિપોર્ટમાં.સમાચાર પત્રનો આ ફોટો, સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે એક સમાચાર પત્ર. સમાચાર પત્રના મુખ્યપાના પર જ રાહુલ ગાંધીનું કેરીકેચર છાપવામાં આવ્યું અને તેની નિચે ત્રણ શબ્દો લખ્યા છે, જે આ તસ્વીર વાયરલ થવાનું કારણ બની ગયા. જેમાં લખ્યું છે હાઉ પપ્પુ લેબલ. આ સમાચાર પત્રનું નામ છે ગલ્ફ ન્યુઝ, જે મુળ દુબઇથી પ્રકાશિત થાય છે. તો પછી એક વિદેશી મુળના અખબારે રાહુલ ગાંધીને કેમ પપ્પુ કહ્યું. એ વાત કોંગ્રેસ નહી ભાજપ સમર્થિત લોકો ઉજાગર કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર સમાચાર પત્રના ફોટો આ લખાણ વાયરલ થયું છે. લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ સ્વદેશમાં લોકોનું સન્માન કરે તેને વિદેશમાં પણ સન્માન મળતુ નથી. આજ પ્રકારે અન્ય કેટલીય સોશિયલ મીડિયા પોસ્ટ તેમજ ટ્વીટમાં રાહુલ ગાંધીની નિદા કરવામાં આવી છે તો ક્યાંક રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલી તસ્વીરમાં સૌથી પહેલી વાત નોંધવા જેવી એ હતી કે, સમાચાર પત્ર વચ્ચેથી ફોલ્ડ એટલે કે, વળેલુ હતું અને બીજી લાઇન પણ લખવામાં આવ્યું હોય તેવું લાગતુ હતું. એટલે જરૂર હતી આખા રિપોર્ટને શોધવાની. અમે રિપોર્ટને શોધવા માટે ગલ્ફ ન્યૂઝના ટ્વીટર હેન્ડલ પર તપાસ કરી. તો અમને એક ટવીટ મળ્યું. 8મી જાન્યુઆરીએ કરવામાં આવેલા ટ્વીટમાં ગલ્ફ ન્યૂઝે મુખ્યસમાચાર લખ્યા હતા અને સાથે જ તે દિવસના સમાચાર પત્રનું મુખ્યપાનુ પણ મુક્યું હતું. હેડલાઇનમાં લખ્યુ હતું કે, હાઉ પપ્પુ લેબલ હેઝ ચેન્જ રાહુલ. એટલે કે,  રાહુલના નામેથી પપ્પુ શબ્દ કેવી રીતે હટ્યું. આ જ સમાચાપ પત્રના ત્રીજા પાને રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યું છાપવામાં આવ્યું હતું. હવે સવાલ હતો રાહુલ ગાંધીના કેરીકેચર અંગે એટલે કે, ગલ્ફ ન્યુઝે રાહુલ ગાંધીની આવી તસ્વીર કેમ છાપી અને આ તસ્વીર આવી ક્યાંથી. તો આ તસ્વીર અંગે પણ ગલ્ફ ન્યૂઝે જ સ્પષ્ટતા આપી છે કે, આ કેરીકેરચને રામચંદ્રબાબુ નામના વ્યક્તિએ બનાવ્યો હતો. જેના પર રાહુલ ગાંધીએ ઓટોગ્રાફ પણ આપ્યો હતો.એટલે વાયરલ ટ્રુથની તપાસમાં સ્પષ્ટ થાય છે કે, ગલ્ફ ન્યૂઝે તેની હેડલાઇનમાં રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા હોવાનો દાવો ખોટો છે. કારણ કે, રાહુલ ગાંધી જ ઇન્ટરવ્યું દરમિયાન બોલ્યા હતા કે, તેમની છાપ કેવી રીતે બદલાઇ છે. પણ વિરોધી વિચારધારા ધરાવતા લોકોએ ન્યૂઝ પેપરની અડધી હેડલાઇનનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. Recent Story

Popular Story