વડોદરા કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખે ટોલનાકા પર દાદાગીરી કરી માર મારી તોડફોડ કરી હતી. જે મામલે ટોલ બુથના કર્મચારીએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી
યુવા મોરચાના પ્રમુખ પ્રવિણસિંહ અટાલિયાની સામે આવી દાદાગીરી
ટોલ બુથ ના કર્મચારી એ નોધાવી પોલીસ ફરિયાદ
વડોદરા કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સીસીટીવીમાં કેદ થવા પામી છે. યુવા મોરચાના પ્રમુખ પ્રવિણસિંહ અટાલિયાની દાદાગીરી સામે આવી છે. ટોલનાકા પર કર્મચારીને માર પણ મારવામાં આવ્યો છે. યુવા મોરચાના પ્રમુખ અને તેના ભાઈએ માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે તકરાર થઈ હતી. ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરી હતી. તેઓની કાર સાથે અન્ય 5 ગાડીઓ પણ ટોલ ચાર્જ વગર પાસ કરાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ટોલ બુથના કર્મચારીએ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.
યુવા મોરચાના પ્રમુખે રૂ.210 ભરવાની ના પાડી તોડફોડ કરી
આ બાબતે ફરિયાદી પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટોલનાકા પર અજાણ્યા વ્યક્તિની ગાડી આવી હતી. એ ભાઈએ રૂ.210 ભરવાની ના પાડતા મેં ઉપર સાહેબને જણાવ્યું કે આ ભાઈ પૈસા ભરવાની ના પાડે છે. જે બાદ પ્રવિણસિંગ અટાલિયાએ કહ્યું કે મારી ગાડી જેટલીવાર આવે છે એટલીવાર તમે ગાડી રોકો છે. જે બાદ ચાર થી પાંચ વ્યક્તિઓએ મારી સાથે ધોલ ધપાટ કરી ગાડીઓ જવા દીધી અને બે ગેટ તોડીને પાંચ થી છ ગાડીઓ જવા દીધી અને મારો જે બુથ હતો. ત્યાં કાચ તોડી નાંખ્યા હતા.
પૃથ્વીરાજસિંહ ગોહિલ- ટોલબુથ પર ફરજ બજાવતો કર્મચારી