આજે આપણે વાત કરીશું એક એવી લોકસભા બેઠકની. જેના તાર સીધા જ દિલ્લીની ગાદી સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે, જે કોઈપણ પક્ષનો ઉમેદવાર અહીં જીત્યો. સમજો તેની કેન્દ્રમાં સત્તા સ્થપાઈ. આવું અમે નહીં પરતુ દેશનો ઈતિહાસ કહે છે. આ બેઠક છે.. મહારાષ્ટ્ર અને દાદરા અને નગરહવેલીને અડીને આવેલી વલસાડ બેઠક. જોકે બેઠકના તાર ભલે આઝાદી કાળથી દિલ્લીની ગાદી સાથે જોડાયેલા હોય. પરંતુ આ વર્ષે લોકોના મુદ્દા પણ એટલા જ માયને રાખે છે.. કારણ કે, વધતી જતી સમસ્યાઓથી લોકો પરેશાન છે. ત્યારે શું છે વલસાડ બેઠક પર 2019નો માહોલ અને કેવા-કેવા છે લોકોના મુદ્દા આ તમામ મુદ્દે વાત કરીશું પરંતુ તે પહેલા જોઈએ એક નાનકડો અહેવાલ...
સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારાની લોકસભા બેઠક એટલે જામનગર. જામનગર લોકસભા બેઠક ઉપર સામાન્ય રીતે ભાજપનું પ્રભુત્વ રહેલું છે. જામનગર લોકસભા બેઠકના સાંસદ છે ભાજપના પૂનમબેન માડમ. છેલ્લાં પાંચ...