ચૂંટણી / હીન કક્ષાના રાજકારણ અને અભદ્ર ભાષાથી લોકશાહી થઈ ‘લોહીલુહાણ’

loksabha elections 2019 abusing and hate speech at its peak

લોકસભા ચૂંટણીનો સાતમો અને અંતિમ તબક્કો નજીક આવ્યો ત્યાં સુધીમાં તો રાજનીતિની જે હીન કક્ષાનું વરવું પ્રદર્શન થયું તે જોઈને કદાચ લોકશાહી પણ લોહીલુહાણ થઈ ગઈ હશે. કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી, પરંતુ આ વખતની ચૂંટણીમાં સહન ન થઈ શકે તેવી કડવાશ-સાવ ઊતરતી અને વાહિયાત ભાષા-અંગત જિંદગીના ગંદા આક્ષેપોનો એવો મારો ચાલ્યો છે કે કોઈ પણ બુદ્ધિશાળી નાગરિકનું માથું શરમથી ઝૂકી જાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ