Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / બિહારમાં જેડીયૂના બદલાયેલા સૂરથી ઉઠ્યા પ્રશ્ન, નીતિશ કુમારનું મૌન

બિહારમાં જેડીયૂના બદલાયેલા સૂરથી ઉઠ્યા પ્રશ્ન, નીતિશ કુમારનું મૌન

બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બિહારના રાજકારણમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું નીતિશ કુમાર ચૂંટણી બાદ ફરી પાસુ બદલવાની તૈયારીમાં છે ?આ સવાલ જદયૂ નેતાઓના બદલાયેલા સૂર બાદ ઉઠ્યા છે.

છ ચરણમાં ચૂંટણી થઇ ગયા બાદ અને અંતિમ ચરણના મતદાનથી એક દિવસ પહેલા જદયૂ નેતાઓએ બિહારને વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ઉઠાવી લોકો પાસે વોટ માંગ્યો છે. આ ચૂંટણીમાં અત્યાર સુધી આવું નથી થયું. જોકે ભાજપ આ મુદ્દો ફગાવી ચૂકી છે. 

જદયૂ દ્વારા પ્રચારમાં બદલાવ લાવતા ભાજપ હેરાન છે. તેના નેતાઓનું માનવું છે કે નીતિશ કુમારે તેમના નેતાઓના નિવેદનને ફગાવી સ્થિતિને સ્પષ્ટ કરવી જોઇએ. જોકે, નીતિશ કુમાર ચુપ છે. જદયૂના કદાવર નેતા, મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે 19 વર્ષ પહેલા બિહારના ભાગલા પડ્યા હતા. ત્યારે રાજ્યથી પ્રાકૃત્તિક સંસાધનોના ભંડાર અને ઉદ્યોગ છીનવાઇ ગયા હતા. તેથી બિહાર વિકસિત ન થઇ શક્યું. એવામાં હવે કેન્દ્રીય નાણા પંચે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે ફરી વિચારવું જોઇએ. જો મતદાતા જદયૂને 15 સીટ જીતાવે છે તો પાર્ટી ફરીથી બિહારને વિશેષ રાજ્યના દરજ્જો આપવાની માંગ ઉઠાવશે. 

પત્રકારોની વાતચીતમાં ત્યાગીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા મળવાતી બિહારના વિકાસ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે. પાર્ટીના બિહાર અધ્યક્ષ બશિષ્ઠ નારાયણ સિંહે પણ તેમની વાતમાં સહમતિ દર્શાવી. 

આપને જણાવીએ કે બિહાર લોકસભામાં 40 સીટો છે. 19 મેના રોજ 8 સીટ પર વોટિંગ યોજાશે. જદયૂ અને ભાજપા 17-17 સીટો પર લડી રહી છે. પૂર્ણ 6 ચરણના ચૂંટણી પ્રચાર દરમિયાન જદયૂએ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને આગળ કર્યા હતા. જ્યારે જદયૂની સહયોગી પાર્ટી ભાજપના નેતા રાષ્ટ્રવાદના મુદ્દાને મહત્વપૂર્ણ માને છે. સુશીલ મોદીએ એનડીટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અહીં બેરોજગારી, મોતિહારીમાં બંદ પડેલા ખાંડ કારખાના (જેનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું) કોઇ મુદ્દો નથી. 

અહીં સૌથી મોટો પ્રશ્ન એ બની રહે છે કે વિશેષ રાજ્યનો દરજ્જો એવા સમયે ઉઠાવાયો છે જ્યારે જદયૂ એમએલસી ગુલામ રસૂલવ બલયાવીએ કહ્યું હતું કે એનડીએને 2019માં સત્તામાં આવું છે તો નીતિશ કુમારના પ્રચારને વિશેષ મહત્વ આપવું પડશે તથા વડાપ્રધાન પદના ચહેરો જાહેર કરવો પડશે. જદયૂના બદલાયેલા સૂર પર વિરોધીઓ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને એમએલસી પ્રેમચંદ્ર મિશ્રાએ કહ્યું કે લાગે છે કે જદયૂએ 23 મે ની સ્થિતિ જાણી ગયા છે. પરંતુ હવે ખુબ મોડું થઇ ગયું છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ