20 કરોડથી વધારે ખર્ચ
ભાજપે ગૂગલ અને ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પર 20 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યા છે. ગૂગલ અને એની સહયોગી કંપનીઓ પર પાર્ટીએ જાહેરાત આપવા માટે 17 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ માત્ર 2.7 કરોડ રૂપિયા કર્યા છે. તમામ દળ માત્ર ગૂગલ પર 27 કરોડ રૂપિયાની જાહેરાત આપી ચૂક્યા છે.
કોંગ્રેસના પાંચસો ટકા વધારે
આ હિસાબથી ભાજપે કોંગ્રેસ કરતાં આશરે 500 ટકા વધારે પૈસા ખર્ચ કર્યા છે. ગૂગલ અને ફેસબુકે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે એ બંને ચૂંટણી દરમિયાન જાહેરાત ખર્ચની જાણકારીને સમયાંતરે સાર્વજનિક કરશે.
ફેસબુક પર ખર્ચ કર્યા આટલા રૂપિયા
ભાજપે ફેબ્રુઆરીથી લઇને 11 મે સુધી કુલ ચાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તો કોંગ્રેસે એ દરમિયાન સોશિયલ મીડિયા વેબસાઇટ પર 1.3 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. કુલ મળીને ભાજપે કોંગ્રેસની સરખામણીએ 200 ટકા વધારે ખર્ચ કર્યા છે.
છેલ્લો તબક્કો બાકી
હજુ ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે. આ તબક્કામાં જ વારાણસીમાં ચૂંટણી થશે, જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડી રહ્યા છે. વારાણસીમાં ચૂંટણી જોતા ભાજપ ડિજીટલ પ્લેટફૉર્મ પર વધારે પૈસા ખર્ચ કરી શકે છે.
ગૂગલ પર 17 કરોડ રૂપિયા
પાર્ટીએ બુધવાર સુધી માત્ર ગૂગલ પર જાહેરાત આપીને 17 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જાહેરાત ખર્ચ પર ધ્યાન રાખનાર એક્સપર્ટનું માનવું છે કે તમામ પાર્ટીઓએ એનાથી વધારે પૈસા જાહેરાત પર ખર્ચ કર્યા છે.
ફેસબુક પર આ અકાઉન્ટ પણ સામેલ
ભાજપના અધિકારી ઉપરાંત ફેસબુક પર પાર્ટીના સમર્થનમાં એવા ઘણા પેજ ચાલી રહ્યા છે, જે પણ ખૂબ પૈસા ખર્ચ કરી રહ્યા છે. એમાં ભારતમાં મન કી બાત, માય ફર્સ્ટ વોટ ફૉર મોદી અને નેશન વિથ નમો સામેલ છે. જેને અત્યાર સુધી કુલ 4.5 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે.
વોટ્સએપ પર પણ પ્રચાર
ભાજપ વોટ્સએપ પર પણ પોતાનો ખૂબ જ પ્રચાર કરી રહી છે. ભાજપ બાદ ડીએમકેએ ગૂગલ પર આશરે ચાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જો કે એક્સપર્ટનું માનીએ તો આ વખતે ચૂંટણીમાં તમામ રાજકીય દળોએ સોશિયલ મીડિયા પર ખૂબ પૈસા ખર્ચ કર્યા છે, જેનું યોગ્ય આકલન 23 મે બાદ ખબર પડશે.