Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

પરિણામ / લોકસભાની કારમી હારને લઇ ગુજરાત કોંગ્રેસમાં મંથન, કારણો શોધવા કારોબારી બેઠક

લોકસભાની કારમી હારને લઇ ગુજરાત કોંગ્રેસમાં મંથન, કારણો શોધવા કારોબારી બેઠક

લોકસભાની કારમી હારને લઇ ગુજરાત કોંગ્રેસમાં મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના સુપડાસાફ થવાના કારણો શોધવા કારોબોરી બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં કારોબારી સભ્યો, જિલ્લા અને શહેર પ્રમુખો હાજર રહેશે.

Image result for કોંગ્રેસમાં મંથન

આ ઉપરાંત બેઠકમાં હારેલા ઉમેદવારો સહિત મોટા નેતાઓ પણ હાજરી આપશે. બેઠકમાં આગામી સમયમાં કોંગ્રેસને બેઠી કરવા રોડ મેપ તૈયાર કરાશે અને લોકોને પક્ષ સાથે જોડવા માટે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાશે. આ સાથે લોકસભા હારની જિલ્લા દીઠ ચર્ચા કરવામાં આવશે.

Image result for કોંગ્રેસમાં મંથન

કારોબારી બાદ રાજ્યના ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભા દીઠ હારની ચર્ચા કરવામાં આવશે અને વિધાનસભાના આગામી બજેટ સત્ર અંગે પણ રણનીતિ ઘડવામાં આવશે. રાજ્યસભાની ચૂંટમીને લઇ ડેમેજ કંટ્રોલ માટે પણ કોંગ્રેસ કવાયત હાથ ધરી છે અને રાજ્યસભાની ચૂંટણીમાં કોઇ ધારાસભ્ય તૂટે નહીં તે અંગે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ