બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડગામડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં લોક સંવાદ કાર્યક્રમ, લોકોની સમસ્યાઓના નિરાકરણની આપી ખાત્રી

બનાસકાંઠા / વડગામડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં લોક સંવાદ કાર્યક્રમ, લોકોની સમસ્યાઓના નિરાકરણની આપી ખાત્રી

Last Updated: 10:22 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે.કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સવાંદ સાધ્યો હતો

ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા - ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

WhatsApp Image 2024-06-20 at 9.19.51 PM (1)

મુખ્યમંત્રીએ રાત્રી સભા- લોક સંવાદ કાર્યક્રમ

બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે.કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સવાંદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોની જમીન રી સર્વે, પાણી, રોડ રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

WhatsApp Image 2024-06-20 at 9.19.46 PM

મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો

મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોક સંવાદ કરતાં કહ્યું કે, સારું કામ તો થયું જ છે, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો. પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોક સંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકોને પોતાની રજુઆત કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનો ની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

WhatsApp Image 2024-06-20 at 9.19.47 PM

વાંચવા જેવું: NEETમાં 'સેટિંગ'ના ખેલ કેમ ખેલાયા? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કેમ?

WhatsApp Image 2024-06-20 at 9.19.49 PM

'દીકરીઓને ખૂબ ભણાવજો'

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે, જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News CM meeting Vadgamda CM Night Gram Sabha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ