Monday, April 22, 2019

ચૂંટણી / લોકસભા પહેલાં ગુજરાતમાં અહીં ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી શકે છે

લોકસભા પહેલાં ગુજરાતમાં અહીં ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી શકે છે

રાજ્યમાં લોકસભાના મહાપર્વને હવે આગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં ચારે તરફ પ્રચારનો ધમધમાટ છે. રાજ્યમાં કોઇ પક્ષ છોડી રહ્યા છે તો, કોઇ પક્ષ પલટો કરી રહ્યા છે. જ્યારે લોકસભા રહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો રાજકોટથી પડી શકે છે.

Image result for પાસેથી રાજકોટ જિલ્લા પંચાયત

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને ઘણા ફટકા પડી રહ્યા છે, જ્યારે ભાજપ હવે કોંગ્રેસ પાસેથી રાજકોટ જિલ્લા પંચાયત પણ છીનવી શકે છે. કોંગ્રેસના એક સભ્યને તોડી અને ભાજપ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી શકે છે.
 
Image result for ભાજપ કોંગ્રેસ આમને સામને

રાજકોટ જિલ્લા પંચાયતમાં સાદી બહુમતી માટે ભાજપને કોંગ્રેસના 1 સભ્યની જરૂર છે. બે સભ્ય બાલુભાઇ અને શિલ્પાબેને પક્ષ પલ્ટો કરતા સંખ્યાબળ 18-18 થઇ ગયું છે ત્યારે બહુમતી માટે એક સભ્યની જરૂર છે. ત્યારે ચૂંટણી આચારસિંહાત બાદ રાજકોટ જિલ્લા પંચાયતમાં ગરમાવો આવે તેવી પુરેપૂરી શક્યતા છે.
gujarat BJP congress

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ