એક એવી લોકસભા બેઠક જેને આદીવાસીઓનો ગઢ માનવામાં આવે છે. જેને આદીવાસીઓ માટે અનામત રાખવામાં આવી છે. જ્યાં રાજ તો ભાજપનું છે.. પરંતુ વિકાસ હજૂ રસ્તામાં છે. લોકોની સમસ્યાઓ અઢળક છે. આપણે વાત કરી રહ્યા છે. વડોદરામાંથી અલગ પડ઼ેલા છોટાઉદેપુર જિલ્લાની. લોકસભા ચૂંટણી માથે છે ત્યારે રાજનેતાઓને જિલ્લાની યાદ તો આવવાની જ છે. ત્યારે કેવી છે જિલ્લાની જનતાની સ્થિતિ. અને કેવી છે લોકોની સમસ્યાઓ. આ તમામ મુદ્દે મંથન કરીશું પરંતુ તે પહેલા એક નજર જિલ્લાની વાસ્તવિક્તા અને રાજકીય ઈતિહાસ પર પણ કરી જોઈએ.