lok sabha elections 2019 will narendra modi take oath of prime minister on 26th may
આંકડાશાસ્ત્ર /
26 સાથે છે પીએમ મોદીનું ખાસ કનેક્શન, શું આ જ દિવસે લેશે શપથ?
Team VTV07:31 PM, 23 May 19
| Updated: 11:45 PM, 23 May 19
લોકસભા ચૂંટણીના રૂઝાનોમાં ફરીથી એક વખત કેન્દ્રની સત્તા પર નરેન્દ્ર મોદીની વાપસી થઇ ગઇ છે. 2014ની સરખામણીએ નરેન્દ્ર મોદી આ વખતે મજબૂત બનીને સંસદ પહોંચ્યા છે.
2014ની સરખામણીએ નરેન્દ્ર મોદી આ વખત વધારે મજબૂતીથી સાંસદ પહોંચ્યા છે. તેઓ સતત બીજી વખત ભારે બહુમતી સાથે પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠશે. એવામાં હવે સૌથી વધારે ચર્ચા એમના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણની તારીખની થઇ રહી છે. રાજકારણમાં સૌથી વધારે જે તારીખની ચર્ચા થઇ રહી છે એ 26 મે ની છે.
કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી 26 મે પ્રધાનમંત્રી પદની શપથ લઇ શકે છે. આ ચર્ચાને એ વાતનું પણ બળ મળી રહ્યું છે કારણ કે 8 અંક પીએમ મોદી માટે શુભ રહ્યો છે.
લોકસભા ચૂંટણી 2019 માટે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું નામાંકન વારાણસી સંસદીય સીટથી દાખલ કરી દીધું છે. આ તારીખ છે 26 એપ્રિલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું નામાંકન 17મી લોકસભા માટે ફરીથી કર્યું છે. પ્રધાનમંત્રી મોદીના જન્મની તારીખ 17 સપ્ટેમ્બર છે.
પીએમ મોદીએ અત્યાર સુધી જેટલા પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે અને યોજનાઓ શરૂ 8, 17 અને 26ની તારીખમાં લીધા છે. પ્રધાનમંત્રી બનતા જ પહેલો મોટો નિર્ણય નોટબંધીનો લીધો અને તારીખ અને સમય 8 નવેમ્બર 8 વાગ્યે. તાજેતરમાં પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે તારીખ પણ 26 ફેબ્રુઆરી હતી.
2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીએ 26 મે ના રોજ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજના, ડિજીટલ ઇન્ડિયા યોજનાની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. તમે વિચારી રહ્યા હશો કે અમે તમને આ તારીખ કેમ જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં આ તારીખોનું કનેક્શન જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ ખાસ છે. આ તમામ અંકોનો સરવાળો 8 આવે છે એટલે કે પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધી જેટલા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે એનો મૂળાંક 8 છે. જ્યાતોષિમાં 8 મૂળાંકને ખૂબ શુભ માનવામાં આવ્યો છે.
26 એપ્રિલે બંને અંકોને જોડવા પર એનો મૂલાંક 8 આવે છે. 26 એપ્રિલ ઉત્તરાસાઢા નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિયોગ અને સાધ્ય યોગ બન્યો. જ્યોતિષમાં આ યોગ ખૂબ શુભ હોય છે.
આ યોગ અને નક્ષત્રમાં કરવામાં આવતું કોઇ પણ શુભ કાર્ય જરૂર સફળ થાય છે. તો બીજી બાજુ અંક જ્યોતિષના અનુસાર મૂળાંક 8 પણ ખૂબ જ શુભ અંક માનવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ અને શનિદેવનો મૂળાંક પણ 8 છે.
મોદીની જન્મ તારીખ 17 છે. જેનો મૂળાંક 8 છે અને તમામ મહત્વપૂર્ણ નિર્ણયોનો મૂળાંક પણ 8 નિકળે છે. પ્રધાનમંત્રી મોદીનો જન્મ વૃશ્ચિક લગ્નમાં થયો છે. વૃશ્ચિક લગ્નને 8 નંબરનો લગ્ન માનવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની જન્મ રાશિ પણ વૃશ્ચિક છે રાશિ ચક્કમાં વૃશ્ચિક રાશિ 8માં નંબરની રાશિ છે. આ જ્યોતિષ ગણના અનુસાપ પ્રઘાનમંત્રી મોદી માટે 8 નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે.