આખરે તમામ સસ્પેન્સને ખતમ કરતા ભાજપે ઉત્ત-પશ્ચિમી દિલ્હીએથી પણ પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી છે. ગાયક હંસરાજ હંસ ભાજપની ટિકિટ પર ઉત્તર-પશ્ચિમી દિલ્હીથી ચૂંટણી લડશે. આ જ રીતે ભાજપની ટિકિટ પર ઉદિત રાજની ચૂંટણી લડવાની અટકળો પર વિરામ લાગી ગયો છે કેમ કે હવે પાર્ટી પોતાનાં સાતેય ઉમેદવારો ઘોષિત કરી ચૂકેલ છે.