લોકસભા ચૂંટણી 2019ની અંતિમ ચૂંટણી રેલીને સંબોધિત કરવા આજે પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશ પહોંચ્યાં. મધ્ય પ્રદેશનાં ખરગૌનમાં પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારનાં રોજ ચૂંટણી રેલીને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મેં ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી અને અંતિમ સભા ખરગૌનમાં કરી રહ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે સમગ્ર દેશ કહી રહ્યો છે કે, 'ફિર એક બાર મોદી સરકાર, અબકી બાર 300 પાર.'
PM મોદીએ કહ્યું કે, 19 તારીખનાં રોજ જ્યારે આપ વોટ નાખશો ત્યારે ઇતિહાસ રચાઇ રહ્યો હશે. આપ સતત બીજી વાર પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવવાનાં છો. તેઓએ કહ્યું કે, આ વખતે સમગ્ર દેશ દળ માટે નહીં પરંતુ દેશ માટે વોટ કરી રહ્યો છે. જનતા આ વખતે સરકાર નહીં, દેશનું ભવિષ્ય બનાવવા માટે પોતાનો વોટ નાખી રહી છે.
NDA is the choice of 130 crore Indians! Watch from Khargone, Madhya Pradesh. https://t.co/ddkO2wj5Zu
— Chowkidar Narendra Modi (@narendramodi) May 17, 2019
રાષ્ટ્રવાદ અને સેનાનાં મુદ્દા પર કોંગ્રેસ પર સાધ્યું નિશાનઃ
ચૂંટણી સભામાં તેઓએ કહ્યું કે, હવે દેશ ઇચ્છે છે કે ઘરમાં ઘૂસીને આતંકીઓને મારવામાં આવે. મને પ્રસન્નતા છે કે દેશ, રાષ્ટ્રવાદની પ્રેરણા, અંત્યોદયનાં દર્શન અને સુશાસનનાં મંત્રને લઇને ચાલી રહેલ ભાજપ પ્રત્યે પોતાનો વિશ્વાસ દેખાડી રહેલ છે.
'આદીવાસીઓની સાથે જ રહેશે મોદી':
PM મોદીએ કહ્યું કે, 'આદિવાસીઓ માટે કહ્યું છે કે જબ તક મોદી હૈ, બીજેપી હૈ તબ તક જંગલ મેં રહનેવાલો કે અધિકારો કો, ઉનકી જમીન કો કોઇ હાથ નહીં લગા પાયેગા.' એક જૂઠ ચાલી રહ્યું છે કે ખેડૂતોનાં ખાતામાં જે પૈસા જમા થઇ રહ્યાં છે તે ચૂંટણી બાદ પરત લઇ લેવાશે. પરંતુ હું વાયદો કરું છું કે આ પૈસા આપની પાસેથી કોઇ જ છીનવી નહીં શકે.