Team VTV01:26 PM, 23 May 19
| Updated: 03:47 PM, 23 May 19
દેશભરમાં આજરોજ સવારથી જ ચૂંટણી પરિણામોની આતૂરતા હતી ત્યારે અંતે ફરીએકવાર મોદી લહેર સમગ્ર દેશમાં જોવા મળી હતી. 2014ની લોકસભા ચૂંટણી બાદ ભાજપે 2019માં પણ જીત હાંસલ કરી હતી અને જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ હતી.
આજે જાહેર થયેલ પરિણામો બાદ ભાજપે વોટ શેરનો 1984નો રેકોર્ડ તોડ્યો હતો, ભાજપે 1984 બાદ 58 ટકા વોટ શેર પ્રાપ્ત કર્યો હતો આ સાથે જ ભાજપે એકલા હાથે 286 બેઠકો પ્રાપ્ત કરીને 272નો જાદુઇ આંકડો પાર કર્યો હતો. તો આ વખતની ચૂંટણીમાં 2014નાં ઇલેક્શન બાદ વર્તમાન ચૂંટણીમાં પણ ભાજપનું ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું
ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26 બેઠકો પર જીત નોંધાવી હતી અને પાર્ટીને 60 ટકા મત મળ્યા હતા, પરંતુ આ વખતે રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે ગુજરાતમાં ભાજપ તમામ સીટો મેળવી નહીં શકે. પરંતુ મત ગણતરીની શરૂઆતથી જ ભાજપ આગળ ચાલી રહ્યું હતુ. ત્યારે ગુજરાત કોંગ્રેસના 7થી 8 બેઠકોના દાવાઓનો છેદ ઉડ્યો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગાંધીનગર બેઠક પર જીત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને તેમણે 1.70 હજાર મતથી લીડ કરીને કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. અમિત શાહનો ભવ્ય વિજય થતાં સ્થાનિક કાર્યકરોએ આ વિજયને આવકાર્યો હતો.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ફરીવાર માર્યું મેદાન
2014ની જેમ જ મહારાષ્ટ્રમાં પણ ફરી એકવાર ભાજપ-શિવસેનાનું ગઠબંધન કાયમ રહ્યું હતુ અને ફરીવાર મહારાષ્ટ્રમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતા.
અબકી બાર 300 પારનો દાવો મહદઅંશે સાચો ઠર્યો
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેટલીયે વાર'અબકી બાર, 300 પાર'નો નારો આપ્યો હતો. તે સમયે આ બાબત અતિશયોક્તિભરેલ લાગતી હતી પરંતુ તે આજે સાબિત થવા જઇ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલ BJP રૂઝાનોમાં 298 બેઠકો સાથે આગળ વધી રહ્યું છે. જો આ આંકડો જીતમાં પરિવર્તીત થતાં ભાજપે 2014ના પોતાના રેકોર્ડને તોડ્યો હતો.
અમિત શાહે તોડ્યો એલ.કે.અડવાણીનો રેકોર્ડ
ગાંધીનગર લોકસભાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે જ્યાં વર્ષોથી પક્ષના પીઢ નેતા એલ.કે.અડવાણી લડી રહ્યા હતા ત્યારે 2019ના લોકસભા ઇલેક્શનમાં ભાજપે આ બેઠક પર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આ બેઠક પરથી ઉતાર્યા હતા જેમાં આજરોજ પરિણામ જાહેર થતાં અમિત શાહ 4 લાખ મતથી જીત મેળવતા ભાજપના પીઢ નેતા એલ.કે.અડવાણીનો રેકોર્ડ તેમણે તોડ્યો હતો.