બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / છઠ્ઠા તબક્કાના મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરીથી ખેલાયો ખૂની ખેલ, કરાઈ TMC નેતાની હત્યા
Last Updated: 09:38 AM, 25 May 2024
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ફરી એકવાર એક મોટી ઘટના સામે આવી છે. મતદાનના છઠ્ઠા તબક્કાના થોડા કલાકો પહેલા, પૂર્વ મિદનાપુરમાં એક TMC કાર્યકરની હત્યા કરી દેવામાં આવી અને અન્ય એક TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે જ્યારે બીજી ઘટના પણ પૂર્વ મિદનાપુરની છે. શુક્રવારે રાત્રે અહીંના બક્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં મતદાનની એક રાત પહેલા એટલે કે શુક્રવારની રાત્રે 24 મે 2024ની રાતે પૂર્વ મિદનાપુર જિલ્લાના મહિષાદલમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની હત્યા કરી દેવામાં આવી. એવો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓએ તેમની હત્યા કરી છે. મૃતક નેતાની ઓળખ શેખ મૈબુલ તરીકે થઈ છે. તેઓ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય હતા. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મૈબુલ શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે પાર્ટી કાર્યકરને ઉતાર્યા બાદ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો.
તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને ઘણા વાર કર્યા. તેમનું મોત થઈ ગયા પછી આરોપીઓએ તેમની લાશ તળાવમાં ફેંકી દીધી. જ્યારે કેટલાક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ લાશને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ મૈબુલને મૃત જાહેર કર્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે મહિષાદલ પોલીસે ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.
બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો
શુક્રવારે રાત્રે પૂર્વ મિદનાપુરના બક્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ, જેમાં અનંત બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને ડંડાથી માર મારવામાં આવ્યો છે. તેને લોહી નીકળતી હાલતમાં મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની હાલત નાજુક છે.
તમને જણાવી દઈએ કે આજે 25મી મેના રોજ છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની 7, ઉત્તર પ્રદેશની 14, બિહારની 8, પશ્ચિમ બંગાળની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, ઓડિશાની 6 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તમામ સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે બંગાળની આ બે ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
વધુ વાંચો: આજે છઠ્ઠા તબક્કાના મતદાનમાં લોકસભાની 58 બેઠકો પર જામશે જંગ, 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
દરેક તબક્કાના મતદાન પહેલા જોવા મળી રહ્યો તણાવ
આ પહેલા 22 મેની રાત્રે પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થઈ ગયું હતું, જ્યારે ભાજપના સાત કાર્યકરો ઘાયલ થયા હતા. આ સિવાય 20 મેના રોજ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં બીજેપી ઉમેદવાર અર્જુન સિંહ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા હતા. આ ઘર્ષણનો વીડિયો પણ વાયરલ થયો હતો. પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ બંને પક્ષના નેતાઓ અને કાર્યકરોનું એકબીજા સાથે ઘર્ષણ થયું છે. 19 એપ્રિલે મતદાન પહેલા કૂચ બિહારમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.