Team VTV11:52 AM, 23 May 19
| Updated: 01:21 PM, 23 May 19
લોકશાહીનાં મહાપર્વનું આજે પરિણામ જાહેર થતાં જ આ વખતે ફરી એક વાર દેશભરમાં મોદી લહેર જોવાં મળી છે.
લોકશાહીનાં મહાપર્વનું આજે પરિણામ જાહેર થતાં જ આ વખતે ફરી એક વાર દેશભરમાં મોદી લહેર જોવાં મળી છે. 2014નાં ઇલેક્શન બાદ વર્તમાન ચૂંટણીમાં પણ ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપે એકલા હાથે 286 બેઠકો પ્રાપ્ત કરીને 272નો જાદુઇ આંકડો પાર કર્યો હતો. તમને જણાવી દઇએ કે આજે 17મી લોકસભા ચૂંટણી માટેની આજે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રુઝાન પ્રમાણે દેશમાં બહુમતી સાથે પહેલી વાર સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં જોવાં મળી રહી છે.
રૂઝાનમાં આ વખતે ભાજપે 272નો પણ આંકડો પાર કરી દીધો છે. 11 વાગ્યા સુધીની જો વાત કરીએ તો NDAએ 341નાં આંકડા સાથે 272નો આંકડો પાર કરી દેતા NDAને સ્પષ્ટ બહુમતિ મળી ગઇ છે જ્યારે UPAએ 101 સીટો હાંસલ કરતી જોવા મળે છે અને અન્ય પાર્ટી 100 સીટો હાંસલ કરતી જોવા મળી રહેલ છે.
ત્યારે NDAની પાર્ટીઓની વાત કરીએ તો આજની આ ચૂંટણી મતગણતરીમાં ભાજપે 272 બેઠકોથી પણ ઉપરનો આંકડો વટાવી દેતા અહીં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જણાઇ આવે છે. તમને જણાવી દઇએ કે ભાજપે 2014માં પણ સ્પષ્ટ બહુમતિ સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. આ વખતે ફરી મતગણતરીનાં રૂઝાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી ગઇ છે. NDAનાં તમામ પક્ષોની જો અહીં વાત કરીએ તો 11 વાગ્યા સુધીમાં ભાજપે 289, શિવસેનાએ 19, AIADMKએ 1, JDUએ 16, LJPએ 6 SADએ 2 અને અન્યએ 11 સીટો પોતાને નામે હાંસલ કરી હતી.
જ્યારે UPAની વાત કરીએ તો કોંગ્રેસે 53, NCPએ 3, RJDએ 2, DMKએ 22, JDSએ 1, RLSPએ 0 અન્યએ 8 બેઠકો હાંસલ કરી જ્યારે ત્રીજા મોરચાની વાત કરીએ તો તેમાં સપા-બસપાએ 25, TMCએ 25, TDPએ 4, BJDએ 12, TRSએ 9, AAPએ 1 અને અન્યએ 32 સીટો પોતાને નામે હાંસલ કરી છે. ત્યારે તમને અહીં જણાવી દઇએ આપણે આ મતગણતરીનાં આંકડાઓમાં સ્પષ્ટ જોઇ શકીએ છીએ કે અહીં ભાજપને બહુમતિ મળતી જોવા મળી રહી છે ત્યારે મોદી સરકારનું સૂત્ર 'ફીર એક બાર મોદી સરકાર' લાગે છે કે સફળ થઇ રહ્યું છે.