up lok sabha election jyotiraditya scindia congress
ચૂંટણી /
કન્ફયુઝડ સેનાપતિને કારણે કોંગ્રેસ હારીઃ સિંધિયાને ખરી-ખોટી સંભળાવી
Team VTV12:32 PM, 15 Jun 19
| Updated: 12:35 PM, 15 Jun 19
જે સેેનાના સેનાપતિ કન્ફયુઝ હોય તે સેના હારી જ જાય, મહારાજ. આપણા સેનાપતિ છેલ્લે સુધી એ નક્કી કરી શક્યા નહીં કે કાર્યકરોને લડાવવાના છે કે પેરાશૂટ ઉમેદવારોને ઉતારવાના છે. આ કન્ફયુઝન જ પક્ષની આટલી ખરાબ હારનું કારણ બન્યું. પક્ષની મજબૂતી માટે હવે પ્રયોગો બંધ કરવા જોઇએ.
લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા દરમિયાન એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ પશ્ચિમ યુપીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાને સાફ શબ્દોમાં ખરી ખોટી સંભળાવી દીધી હતી. જ્યોતિરાદિત્ય સાથે પ્રભારી સચિવ રોહિત ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ રાજબબ્બર હાજર હતા. જ્યારે કેટલાય વરિષ્ઠ નેતાઓએ આ બેઠકમાં હાજર રહેવાનું ટાળ્યું હતું.
છ કલાક ચાલેલી યુપીસીસીની મેરેથોન બેઠકના અંતે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ર૦રરની ચૂંટણી આપણે ગઠબંધન વગર લડીશું અને ઉત્તર પ્રદેશના પ્રભારી મંત્રી પ્રિયંકા ગાંધી દર સપ્તાહે કાર્યકરોને મળશે.
ઉત્તર પ્રદેશમાં પક્ષના કારમા પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફારો થવાની તૈયારીમાં છે. ર૦રરની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના તમામ જિલ્લા અને શહેર અધ્યક્ષોને હટાવી દેવામાં આવશે. રાયબરેલીમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં પ્રિયંકા ગાંધીએ આવો નિર્દેશ આપ્યો હતો. પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં લખનૌ અને દિલ્હી બંનેે સંગઠનો સાથે બેઠક કરશે અને ત્યાર બાદ એકશન મોડમાં જરૂરી કાર્યવાહી કરશે.