બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 20 મિનિટ સુધી લાઇનમાં ઊભા રહ્યાં ગુજરાતના રાજ્યસભા સાંસદ, છતાંય ન મળ્યું વોટર લિસ્ટમાં નામ, બાદમાં...!
Priyakant
Last Updated: 11:19 AM, 25 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાજધાની દિલ્હીમાં પણ મતદાન થઈ રહ્યું છે. આજે ઘણા મોટા નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બૂથ પર પહોંચ્યા હતા. આજે ગુજરાતથી રાજ્યસભાના સાંસદ વિદેશ મંત્રી એસ જયશંકર, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર, બાંસુરી સ્વરાજ સહિત ઘણા મોટા નેતાઓએ મતદાનમાં ભાગ લીધો હતો અને લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. જોકે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર વહેલી સવારે વોટિંગ બૂથ પર પહોંચ્યા ત્યારે 20 મિનિટ સુધી કતારમાં ઉભા રહ્યા બાદ તેમને ખબર પડી કે તેમનું નામ વોટિંગ લિસ્ટમાં નથી. આ પછી તેમને વોટ આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતથી ભાજપના રાજ્યસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ જયશંકર જ્યારે મત આપવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમનું નામ વોટિંગ લિસ્ટમાં જ નથી. જે બાદમાં જ્યારે તેમણે ઘરે પહોંચ્યા પછી તપાસ કરી તો તેમને ખબર પડી કે તેમને બીજા મતદાન મથક પર જવાનું છે. શનિવારે સવારે વિદેશ મંત્રી તુગલકની અટલ આદર્શ શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. 20 મિનિટ સુધી કતારમાં રાહ જોયા બાદ અધિકારીઓએ જણાવ્યું કે, તેમનું નામ યાદીમાં નથી. આ પછી તેમણે તપાસ કરી અને બીજા મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
Cast my vote in New Delhi this morning.
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 25, 2024
Urge all voting today to turnout in record numbers and vote in this sixth phase of the elections. pic.twitter.com/FJpskspGq9
ADVERTISEMENT
એસ જયશંકરને તેમના મતદાન મથક પર પ્રથમ પુરુષ મતદાર તરીકે જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ મુજબ એસ જયશંકર મતવિસ્તાર 04ના બૂથ નંબર 53 પર મતદાન કરનાર પ્રથમ પુરુષ મતદાર હતા. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ શેર કરી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કુલ 13641 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમાંથી 2891 બૂથ સંવેદનશીલ છે.
જાણો વિદેશમંત્રીએ શું અપીલ કરી ?
વિદેશ મંત્રીએ મતદાન કર્યા બાદ લોકોને અપીલ કરી હતી કે, અમે ઈચ્છીએ છીએ કે આ નિર્ણાયક સમયમાં લોકો ઘરની બહાર આવે અને પોતાનો મત આપે. મને વિશ્વાસ છે કે, ભાજપ ફરી એકવાર સત્તામાં આવશે. તમને જણાવી દઈએ કે, સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી. દિલ્હીમાં દિલ્હીના મંત્રી આતિશી, ગૌતમ ગંભીર, રવિન્દ્ર રૈના, હરદીપ સિંહ પુરી, વીકે પાંડિયન, દુષ્યંત ચૌટાલા અને સંજય અરોરા સહિત ઘણા જાણીતા લોકોએ મતદાન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.