ચૂંટણી / લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં જુઓ ક્યાં કેટલું થયું કુલ મતદાન?

Lok Sabha Election 2019: Third phase voting numbers on 117 seats

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણમાં આજે 13 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માટે 117 સીટોં પર વોટિંગ યોજાયું હતું. આ વોટિંગ પ્રક્રિયાને લઇને દરેક રાજ્યોનાં તમામ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રીજા તબક્કામાં મતદાનની જો વાત કરીએ તો તેમાં ગુજરાતમાં તમામ લોકસભાની 26 બેઠકો, કેરળમાં 20, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 14-14, ઉત્તરપ્રદેશમાં 10 અને છત્તીસગઢમાં 7 બેઠકો પર મતદાન યોજાયું. જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક ઉપર જ મતદાન થયું હતું. આપને જણાવી દઇએ કે આ ચુંટણીને લઈને અગાઉથી જ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. વધુમાં તમને જણાવીએ કે 11મી એપ્રિલનાં દિવસે લોકસભા ચૂંટણીનું મતદાન પ્રથમ તબક્કામાં અને 18મી એપ્રિલનાં રોજ બીજા તબક્કામાં યોજાઇ ગયું હતું. જ્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું કે જેમાં તમને જણાવી દઇએ કે અલગ-અલગ રાજ્યોમાં આખરે કુલ કેટલાં ટકા મતદાન થયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ