ચૂંટણી ધમાસાણની વચ્ચે રાજકીયની વધુ એક સુંદર તસ્વીર વારાણસીથી સામે આવી છે. અહીં ઉમેદવારીનાં ઠીક પહેલાં પીએમ મોદીએ પંજાબનાં પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલનાં પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં. આ દરમ્યાન NDAએ પોતાની એકજૂથતા દર્શાવી.
વારાણસીઃ પીએમ મોદીએ શુક્રવારનાં રોજ આજનાં દિવસે ઉમેદવારીનાં મોકા પર જ્યાં એક તરફ એનડીએની એકજૂથતા જોવાં મળી ત્યાં બીજી બાજુ વધુ એક તસ્વીરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. આ તસ્વીરથી ઉમેદવારીનાં ઠીક પહેલાં કલેક્ટ્રેટમાં શિરોમણી અકાલી દળનાં પ્રમુખ અને પંજાબનાં પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલનાં પગ સ્પર્શીને પીએમ મોદી દ્વારા આશીર્વાદ લેવાં.
તમને જણાવી દઇએ કે ઉમેદવારીનાં ઠીક પહેલાં કલેક્ટ્રેટમાં એનડીએ નેતાઓની ભીડ દેખાઇ. આ દરમ્યાન બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, બિહારનાં સીએમ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રક્ષામંત્રી સુષ્મા સ્વરાજ, એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાન અને શિરોમણી અકાલી દળનાં પ્રકાશસિંહ બાદલ પણ હાજર રહ્યાં.
#WATCH: PM Narendra Modi meets NDA leaders at Collectorate office ahead of filing his nomination from Varanasi parliamentary constituency. pic.twitter.com/xVfO9kovHP
એવામાં નરેન્દ્ર મોદી જેવાં પહોંચ્યાં કે તુરંત પહેલાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યુ. ત્યાર બાદ પીએમ આગળ વધ્યાં અને સીધાં જ બાદલ પાસે જઇને તેઓ નીચે ઝૂક્યાં અને તેમનાં પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં. બાદમાં તેઓએ નીતિશ કુમાર સહિત એડીએમાં શામેલ દક્ષિણનાં તમામ નેતાઓ સાથે મુલાકાત કરી. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યાં.