ચૂંટણી / આ આતંકીઓને ખ્યાલ છે કે આ તો મોદી છે, એમને પાતાળમાંથી શોધીને ખતમ કરશેઃ PM

Lok Sabha Election 2019: PM Modi campaign in Maharashtra and Rajasthan

દેશમાં લોકસભા ચૂંટણીને લઇને રાજનૈતિક દળોનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. સોમવારનાં રોજ મહારાષ્ટ્રનાં ડિંડોરી જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીએ એક જનસભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે, 2014 પહેલાં ભારતમાં અવારનવાર દેશનાં અલગ-અલગ ખૂણામાં બોમ્બ બ્લાસ્ટ થતાં હતાં અને ત્યારે ખુદને ખૂબ અનુભવી બતાવનાર કોંગ્રેસ અને એનસીપીની સરકાર માત્ર શોક સભાઓ જ કરતી હતી અને દુનિયામાં પાકિસ્તાનનાં નામ પર રોતી રહેતી હતી. પરંતુ આજે દરેક આતંકીને ખ્યાલ જ છે કે જો ભારતનાં કોઇ પણ ભાગમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો તો આ તો મોદી છે, તે એમને પાતાળમાંથી પણ શોધીને સજા આપશે અને તેને ખતમ કરી નાખશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ