કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભડકેલી રાજનીતિક હિંસાની ઘટનાઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ બુધવારનાં રોજ બાશીરહાટમાં એક જનસભાને સંબોધિત કરી. રેલી દરમ્યાન તેમનાં નિશાન પર સંપૂર્ણ રીતે મુખ્યમંત્રી મમતા બેનર્જી રહી. તેઓએ કહ્યું કે, દીદી માર્ગ ભટકી જતા અને આ જનસમર્થન જોઇને હું કહી રહ્યો છું કે બંગાળની મદદથી બીજેપી આ વખતે
300 સીટને પાર કરી જશે અને આમાં બંગાળની જનતાની ખૂબ જ મોટી ભૂમિકા રહેશે. તેઓએ જણાવ્યું કે, આજે પૂરા બંગાળમાંથી અવાજ આવી રહ્યો છે કે દીદીની સત્તા જવા જઇ રહી છે અને એટલાં માટે આ રીતે તેઓ માર્ગ ભટકી ગયા છે.
મોદીએ કહ્યું કે, 'દીદી બંગાલીઓની પરંપરાને તાર-તાર કરી રહી છે. તેઓ પોતાનાં પડછાયાથી જ ડરેલ છે અને બોખલાઇ ગયેલ છે. આવું એટલાં માટે કેમ કે તેમને ખ્યાલ છે કે તેમની જમીન ખસકી ગઇ છે. આજે બંગાળથી એક જ અવાજ આવી રહ્યો છે કે 2019માં જ દીદીનું પત્તુ સાફ થવા જઇ રહ્યું છે.'
તેઓએ કહ્યું કે, 'બંગાળમાં દીદી જેમ ભડકેલ છે તેનાંથી એક વાત તો સ્પષ્ટ જ થઇ જાય છે કે બંગાળ અને દેશભરમાં બીજેપી પોતાનાં એકલા દમ પર પૂર્ણ બહુમત લાવી રહેલ છે. દીદીની બોખલાહટ જોઇને અને આ જનસમર્થન જોઇને હું કહી રહ્યો છું કે, બંગાળની મદદથી બીજેપી આ વખતે 300 સીટ પાર કરી જશે અને આમાં બંગાળની ખૂબ મોટી ભૂમિકા રહેશે.'
'રાજપાટ છીનવાઇ જવાના ડરથી ભડકી ગઇ છે દીદી':
તેઓએ કહ્યું કે, 'દીદીને લાગે છે કે તેઓ અહીંનાં લોકોને દગો આપીને, ડરાવી ધમકાવીને રાજ કરતી રહેશે. પરંતુ જ્યાંથી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષ ચંદ્ર બોઝ જેવાં લોકો નીકળ્યાં છે. તે ધરતીનાં લોકો દીદીને સહન નહીં કરે. રાજપાટ છીનવાઇ જવાનાં ડરથી દીદી ભડકે નહીં તો શું કરે.'
દીદીએ તો એટલું પોતાનું માનસિક સંતુલન ખોઇ દીધું છે કે, 'તેઓ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને માનવા તૈયાર છે પરંતુ હિંદુસ્તાનનાં પ્રધાનમંત્રીને પોતાનાં પ્રધાનમંત્રી માનવા તૈયાર નથી. શું આવી દીદીને માફ કરીશું?'