lok sabha election 2019 narendra modi new cabinet minister promotion bjp youth leaders
યુવા ચહેરા /
નવી મોદી કેબિનેટમાં આ નેતાઓનું વધી શકે કદ
Team VTV08:53 AM, 28 May 19
| Updated: 10:38 AM, 28 May 19
લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીએ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી છે. નરેન્દ્ર મોદીના શપથ વિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે, નવી કેબિનેટમાં જૂના ચહેરાનું કદ વધશે. સાથે 5 નામ એવા છે જેમના પાછલા રેકોર્ડને જોઇને તેમનું પ્રમોશન થઇ શકે છે.
પીયૂષ ગોયલ
મોદી સરકારની નવી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું કદ વધી શકે છે. 2014માં મોદી સરકારમાં પીયૂષ ગોયલ કોલસા-પાવર એન્ડ ન્યૂ રિન્યૂએબલ એનર્જી રાજ્યમંત્રીનો સ્વતંત્ર જવાબદારી મળી હતી. અરુણ જેટલીની બિમારીને પગલે નાણા મંત્રાલયની જવાબદારી પણ પીયૂષ ગોયલ પર આવી ગઇ હતી. પીયૂષ ગોયલને નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના માનવામાં આવે છે.
ધર્મેન્દ્ર પ્રધાન
2014માં મોદી સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ મંત્રાલયના રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો મળ્યો હતો. એમણે ઉજ્જવલા યોજના હેઠળ દેશના ગરીબોને મફત ગેસ કનેક્શન અપાવ્યા. આ યોજનાથી પણ મોદી સરકારને જબરદસ્ત ફાયદો પહોંચ્યો હતો. તથા ઓરિસ્સામાં પાર્ટીનો ગ્રાફ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
રાજ્યવર્ધન સિંહ રાઠોડ
2014માં બીજેપી સાથે જોડાયા. ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. મોદી સરકારમાં કેન્દ્રીય રમત રાજ્યમંત્રી બન્યા. સ્મૃતિ ઇરાની પાસેથી સૂચના મંત્રાલયની પાછી લઇને રાજ્યવર્ધન સિંહ રાઠોડને આપવામાં આવી. બીજી વાર પણ રાઠોડ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
બાબુલ સુપ્રિયો
પ.બંગાળના આસનસોલ સીટથી બીજીવાર ચૂંટણી જીતનાર બાબુલ સુપ્રિયોનું કદ આ વખતે વધી શકે છે. બંગાળમાં બીજેપી જે રીતે 42માંથી 18 સીટ જીતી છે. એવામાં સુપ્રિયોનું કદ વધી શકે છે.
જયંત સિન્હા
જયંત સિન્હા હજારીબાગ સીટથી બીજી વાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તેમને રાજનીતિ તેમના પિતા યશવંત સિન્હાથી વારસામાં મળી છે. 2014માં તેમને મોદી સરકારમાં રાજ્ય નાણા મંત્રીનો દરજ્જો મળ્યો હતો. બાદમાં તેમને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપાયું. એમના પિતા યશવંત સિન્હા મોદી સરકારની આલોચના કરવા માટે જાણીતા છે. છતા એમણે બીજેપીનો સાથ નથી છોડ્યો.