ચૂંટણી / PM મોદીની બાયોપિક પર ચૂંટણી પંચનો પ્રતિબંધ, આવતી કાલે નહીં થાય રિલીઝ

Lok Sabha Election 2019: Election Commission stayed on PM Narendra Modi biopic

ચૂંટણી આયોગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' રીલિઝ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી. બાયોપિકને રિલીઝ કરવી અથવા તો ન કરવી એ નિર્ણય સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ પર છોડી દીધો હતો. ત્યારે વિપક્ષ છેલ્લાં કેટલાંય દિવસોથી સતત આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી કેમ કે તેઓનું કહેવું એમ છે કે આનાંથી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે. ફિલ્મની રિલીઝથી એક પાર્ટી અથવા તો વ્યક્તિ વિશેષ પ્રત્યે મતદાતા પણ પ્રભાવિત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ