આચારસંહિતાનાં ઉલ્લંઘન મામલામાં ચૂંટણી આયોગે એક કડક પગલું ઉઠાવ્યું છે. ચૂંટણી આયોગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીનાં પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધેલ છે. ચૂંટણી આયોગનો આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે. જો કે યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.
Election Commission bans UP CM Yogi Adityanath and BSP chief Mayawati from election campaigning for 72 hours & 48 hours respectively, starting from 6 am tomorrow, for violating Model Code of Conduct by making objectionable statements in their speeches. #LokSabhaElections2019pic.twitter.com/j1cYzMY8Mr
આ દરમ્યાન યોગી આદિત્યનાથ અને માયાવતી ના તો કોઇ રેલીને સંબોધિત કરી શકશે, અથવા તો ના કોઇ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે અને ના તો કોઇ ઇન્ટરવ્યૂ પણ આપી શકશે. ચૂંટણી આયોગનું એક્શન 16 એપ્રિલનાં સવારનાં 6 કલાકથી શરૂ થશે.
ચૂંટણી આયોગનાં આ નિર્ણયથી એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે યોગી આદિત્યનાથ 16, 17 અને 18 એપ્રિલનાં રોજ કોઇ પણ પ્રકારનો પ્રચાર નહીં કરી શકે. આ સિવાય માયાવતી 16 અને 17 એપ્રિલનાં રોજ કોઇ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર નહીં કરી શકે.
શું હતાં બંને નેતાઓનાં નિવેદન?
તમને જણાવી દઇએ કે બીએસપીનાં પ્રમુખ માયાવતીએ ઉત્તરપ્રદેશનાં દેવબંદમાં ચૂંટણી રેલી દરમ્યાન મુસ્લિમ સમુદાયનાં લોકોને મત માટે અપીલ કરી હતી. માયાવતીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે, 'મુસ્લિમ સમુદાયના લોકો પોતાનો મત વહેંચાવવા ના દે અને માત્ર મહાગઠબંધનને મત આપે. માયાવતીનું આ નિવેદન ધર્મના નામે વોટ માંગવાનાં નિયમનું ઉલ્લંઘન છે.'
બીજી બાજુ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનાં એક સંબોધનમાં માયાવતી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 'જો વિરોધીઓને અલી પસંદ છે, તો અમને બજરંગબલીને પસંદ કરીએ છીએ. ચૂંટણી પંચે આ બંને નેતાઓનાં નિવેદનોને ધ્યાનમાં લીધાં હતાં અને બંને નેતાઓને સૂચના પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આદાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈને ચૂંટણી પંચની સમિતી શક્તિઓને લઈને નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કમિશન હજુ સુધી નોટિસ જ રજૂ કરે છે, શા માટે કોઈ સખત પગલાં લઇ રહ્યું નથી.