lok sabha election 2019 counting evm roar election commission control room
મતગણતરી /
ચૂંટણી પંચ ખાસ 'કંટ્રોલ રૂમ' થી EVM પર રાખશે નજર
Team VTV11:48 AM, 22 May 19
| Updated: 11:53 AM, 22 May 19
લોકસભા ચૂંટણી 2019ના પરિણામના ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. માત્ર ગણતરીના કલાક બાદ સ્પષ્ટ થઇ જશે કે દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક દેશમાં કઇ રાજનીતિક પાર્ટી સરકાર બનાવી રહી છે. જોકે ફાઇનલ પરિણામ પહેલા આવેલા એક્ઝિટ પોલ અનુસાર બીજેપીની સત્તા વાપસીના સંકેત મળી રહ્યા છે અને વિપક્ષમાં ઇવીએમને લઇને ફરિયાદનો સિલસિલો ચાલી રહ્યો છે.
ઇવીએમ સાથે જોડાયેલા તમામ આરોપને ચુંટણી પંચ હંમેશાથી નકારતું રહ્યું છે. હવે પંચે ઇવીએમ સાથે જોડાયેલી ફરિયાદ પર તત્કાલ એક્શન લેતા કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર, આ કંટ્રોલ રૂમ ચૂંટણી પરિણામ આવવાના 24 કલાક સુધી કાર્યરત રહેશે. તેના દ્વારા ઇવીએમની ફરિયાદ પર તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે.
તૈયારીઓ
તત્કાલ ઍક્શન લેતો કંટ્રોલ રૂમ
સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં વધારો
બીજી તરફ ચૂંટણી પંચે મતદાન બાદ ઇવીએમની મતગણતરી સ્થળો સુધી પહોંચાડવામાં છેડછાડ અને તેના ખોટા ઉપયોગને લઇને વિભિન્ન વિસ્તારોમાંથી મળી રહેલી ફરિયાદને શરૂઆતી તપાસને આધારે ખોટી બતાવી.
ચૂંટણી પંચે કહ્યું કે, મતદાનમાં પ્રયોગ કરવામાં આવેલી ઇવીએમ અને વીવીપેટ મશીનને 'સ્ટ્રોંગ રૂમ'માં પૂર્ણ રીતે સુરક્ષિત છે. તેના દ્વારા લોકસભાના વિવિધ ક્ષેત્રોમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા 'સ્ટ્રોંગ રૂમ'ની સુરક્ષા અને મશીનોની જાળવણી સંબંધિત ફરિયાદ પર સીધા કંટ્રોલ રૂમથી તપાસ કરવામાં આવશે. કંટ્રોલ રૂમથી દેશભરમાં બનાવવામાં આવેલા ' સ્ટ્રોંગ રૂમ' ની સુરક્ષા કાર્યવાહી કરવામાં આવશે.