બ્રેકિંગ ન્યુઝ
VTV / lok sabha election 2019 concerned over reports of alleged tampering of voters verdict says pranab mukherjee
vtvAdmin
Last Updated: 10:33 AM, 22 May 2019
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઇવીએમ પર ચિંતા દર્શાવતા કહ્યું કે, એમણે જનમત સાથે છેડછાડના સમાચારને લઇને ચિંતિત છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે, ઇવીએમની સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની છે. એમણે કહ્યું કે લોકતંત્ર પર સવાલ ઉભા કરતી અટકળો ને કોઇ સ્થાન નથી તથા લોકોનો જનાદેશ પવિત્ર છે. કોઇપણ શંકાથી મુક્ત રહેવો જોઇએ.
Please read my statement below.#CitizenMukherjee pic.twitter.com/UFXkbv06Ol
— Pranab Mukherjee (@CitiznMukherjee) May 21, 2019
ADVERTISEMENT
પ્રણવ મુખર્જીએ સાથે કહ્યું કે ભારતીય લોકતંત્રના મુળ આધારને પડકાર આપનાર કોઇપણ અટકળો માટે કોઇ સ્થાન ન હોવું જોઇએ. પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નિવેદનમાં કહ્યું કે, 'હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના સમાચારને લઇને ચિંતિત છું. ઇવીએમની સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની છે જે ચૂંટણી પંચની દેખરેખમાં છે.'
એમણે કહ્યું કે જનાદેશ અત્યંત પવિત્ર હોય છે અને તેમા લેશમાત્ર પણ શંકા ન હોવી જોઇએ. સાથે પ્રણવ મુખર્જીએ કહ્યું કે ' આ મામલે સંસ્થાગત સત્યનિષ્ઠા સુનિશ્ચિત કરવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચ પર છે. તેમણે એને પૂર્ણ કરતા તમામ અટકળો પર વિરામ લગાવવો જોઇએ.
આ પહેલા પ્રણવ મુખર્જીએ સોમવારે લોકસભા ચૂંટણીના શાનદાર રીતે સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. એક પુસ્તક વિમોચન પ્રસંગે એમણે કહ્યું કે ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનના સમયથી લઇને વર્તમાન ચૂંટણી કમિશ્નર સુધી સંસ્થાને સારું કાર્ય કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.