Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, સની દેઓલ આ બેઠક પરથી લડશે ચૂંટણી

ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, સની દેઓલ આ બેઠક પરથી લડશે ચૂંટણી

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની 26મી યાદી જાહેર કરી છે. ભાજપે ગુરદાસપુરથી ફિલ્મ અભિનેતા સની દેઓલને ટિકિટ આપી છે. નોંધપાત્ર રીતે, પંજાબની ગુરદાસપુર સંસદીય બેઠક માટે બીજેપી સની દેઓલને મનાવવામાં જોડાઇ હતી.ચંડીગઢ મતવિસ્તારનાં કિરણ ખેરને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે તો હોશિયારપુરથી સોમ પ્રકાશ મેદાને છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સ્વયં સની દેઓલને મળવા માટે પહોંચ્યાં હતાં. ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભાજપ ગુરદાસપુરની પ્રતિષ્ઠિત બેઠકમાંથી સનીને મેદાનમાં ઉતારવા માંગતી હતી.

સની દેઓલનાં ભાજપમાં જોડાયા પછી આ અટકળોને બળ મળ્યું હતું કે પાર્ટી તેમને ગુરદાસપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારશે. જો કે સની દેઓલનો આ મામલો ફાઇનલ હોવાનાં પહેલાં જ અફવાઓનાં બજારને ગરમ કરી દીધું હતું અને ફિલ્મ અભિનેતા અક્ષયકુમારને લઇને પણ તે લોકસભા ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઇ હતી.
 
ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ચૂક્યાં છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની દેઓલ પાર્ટીમાં જોડાયાં છે. પાર્ટી હેડક્વાર્ટરમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમણે પાર્ટીમાં શામેલ થયાની પર્ચી આપીને ફૂલનું બૂકે આપી તેમનું સ્વાગત કર્યુ. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેમણે ગુરદાસપુરની ટિકિટ આપી શકે છે.
 


આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીપૂષ ગોયલે કહ્યું હતું કે, ''ઘણાં વર્ષોથી પારિવારિક સંબંધ હવે રાજનીતિક સંબંધ બનવા જઇ રહ્યો છે. 2008માં ધર્મેન્દ્ર યાદવ પાર્ટીનાં સાંસદ હતાં, તેમનાં પુત્ર પણ જનતાની વચ્ચે રહીને પોતાની રાજનીતિક છાપ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.''

સની દેઓલે ભાજપમાં જોડાયાં પછી કહ્યું કે, ''મારાં પપ્પા અટલજીની સાથે જોડાયાં હતાં, આજે હું નરેન્દ્ર મોદી સાથે જોડાવવા માટે આવ્યું છું. હું ઇચ્છુ છું કે, આગામી 5 વર્ષ પણ તે સત્તામાં આવે, હજુ આગળ વધવાનું છે. જે યૂથ છે તેમણે મોદી જેવાં લોકોની જરૂર છે. આ પરિવારથી જોડાયાં પછી હું જે કંઇ પણ કરી શકુ છું તે ચોક્કસથી કરીશું. હું કામ કરીને બતાવીશ.''

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ