બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેટલા ઉમેદવારોની બદલાઈ શારીરિક કસોટીની તારીખ, ફેરફારની માંગ પર લોક રક્ષક ભરતી બોર્ડે મૂક્યું ફાઈનલ લિસ્ટ

ગુજરાત / કેટલા ઉમેદવારોની બદલાઈ શારીરિક કસોટીની તારીખ, ફેરફારની માંગ પર લોક રક્ષક ભરતી બોર્ડે મૂક્યું ફાઈનલ લિસ્ટ

Last Updated: 01:19 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક ક્ષમતા કસોટી 2025 માટેની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક ક્ષમતા કસોટી 2025 માટેની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેની માહિતી ઓનલાઇન વેબસાઇટ પર મુકવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે ઉમેદવારોની તારીખ બદલાવામાં આવેલ છે તે ઉમેદવારોએ આપેલ માહિતી મુજબ પરીક્ષા સ્થળે જુનો કોલ લેટર લઇને શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે.

Recruitment Board website

વધુમાં તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ કરેલ છે તે ઉમેદવારોએ કોલલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે. અને તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી આગામી દિવસોમાં મુકવામાં આવશે.

ઉમેદવારો પાસ થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ઉમેદવારો વહેલી સવારથી શારીરિક પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર પહોંચ્યા. અમદાવાદના શાહીબાગ જે. ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાંબા સમયની મહેનત બાદ ઘણાં ઉમેદવારો પાસ થયા હોવાથી પરીક્ષા સેન્ટર પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પાસ થનારી મહિલા ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં વિશેષ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ત્યારે ઉમેદવારો પણ પરિવારના સહકારથી પડકારોને પાર કર્યાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી તિરાડ, કહ્યું હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ

તૈયારી કરતા ઉમેદવારોનો પુરતો સમય મળ્યો!

પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા માટે ઉમેદવારને પુરતો સમય મળ્યો છે. હાલ આ પરીક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ ન હોવાથી શારીરિક પરીક્ષા લેવામાં થોડો સમય લંબાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Recruitment Board Recruitment Board website Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ