વડોદરામાં બેંક ઓફ બરોડામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બેંક લોકરમાં મૂકેલી નોટોના હાલ બેહાલ થયા હતા. જુઓ વીડિયો
વડોદરાની BOBમાં લોકરમાં પણ પૈસા નથી સલામત
BOBની પ્રતાપનગર શાખામાં રૂપિયા ઉઘાઇ ખાઇ ગઇ
લોકરમાં રાખેલા રૂ.2.20 લાખ ઉઘાઇ ખાઇ ગઇ
ઘરમાં દાગીના કે રૂપિયા રાખવા તેના કરતા બેંકના લોકરને લોકો સુરક્ષિત માનતા હોય છે.. પણ વડોદરાની બેંક ઓફ બરોડાથી એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. એક મહિલાએ 2.20 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે તેમ માનીને બેંક ઓફ બરોડાના લોકરમાં મુક્યા હતા.
બેંકના લોકરમાં ઉધઈ પહોંચી ગઈ હતી
પણ મહિલાએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે તેની કમાણી ઉધઈના પેટનો કોળિયો બની જશે. બેંકના લોકરમાં ઉધઈ પહોંચી ગઈ હતી. જેની જાણ બેંક કર્મચારીઓને જ નહોતી.
મહિલા ખાતેદાર જ્યારે લોકરમાં મુકેલા રોકડા રૂપિયા લેવા માટે પહોંચી ત્યારે જાણ થઈ કે તેના રૂપિયા ઉધઈ કાતરી ગઈ.. જે જોઈને થોડા સમય માટે તો મહિલા સ્તબ્ધ થઈ ગઈ. અને બાદમાં બેંકમાં હોબાળો મચાવી દીધો. મહિલાએ લોકરમાં 5, 10, 100 અને 500ના દરની ચલણી નોટો મુકી હતી.
મહિલાએ હવે બેંક મેનેજરને ફરિયાદ કરી
મહિલાએ હવે બેંક મેનેજરને ફરિયાદ કરી છે અને વળતર આપવાની માગણી કરી છે. આ ઘટના બાદ બેંક ઓફ બરોડાના લોકરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે.