તીડ મુદ્દે આંતરરાષ્ટ્રીય એજન્સીએ ભારતને ચેતવણી આપી છે. જેમાં તેમણે ભારતને તીડના હુમલાથી આગાહ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારત પર તીડના આક્રમણનો મોટો ખતરો છે. યુએનનું કહેવું છે કે આગામી 2 સપ્તાહમાં ભારત પર તીડ ત્રાટકી શકે છે.
તીડ મુદ્દે આંતરરાષ્ટ્રીય એજન્સીની ભારતને ચેતવણી
ભારત પર તીડના આક્રમણનો મોટો ખતરો
આગામી 2 સપ્તાહમાં ભારત પર તીડ ત્રાટકી શકે છે: UN
UNની એજન્સી ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ચેતવણી
ભારતના પશ્વિમ છેડેથી 4 હજાર કિમીથી તીડનું ઝુંડ આવી રહ્યું છે. UNની એજન્સી ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ચેતવણી આપી ભારતને આ માટે તૈયાર રહેવા કહ્યું છે. FAOનું કહેવું છે કે આફ્રિકાના સોમાલિયાથી તીડનું ઝુંડ આવી રહ્યું છે.
FAOએ કહ્યું છે કે 2 અઠવાડિયામાં સોમાલિયાથી તીડનું ઝુંડ 2 ભારત પહોંચશે. આ ફક્ત ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ પહોંચશે. આ તીડ ભારત - પાકિસ્તાન બોર્ડર પર પહોંચશે. જે રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં હુમલો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે સોમાલિયાએ તીડના એક ઝૂંડનો ઉત્તર- પૂર્વ તરફ નિકાલ કર્યો છે. આ તીડ ભારત- પાકની સીમાં પર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરશે એ પ્રક્રિયા પુરી થયા બાદ તેઓ ચાલ્યા જશે.આ વિસ્તારનો પાક બરબાદ થઈ જશે. આ વર્ષે ભારતમાં સૌથી ખરાબ તીડ હુમલો થયો છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અન મહારાષ્ટ્રના લગભગ 24 જિલ્લા અસરગ્રસ્ત થાય હતા.