મક્કડ / પાકિસ્તાનથી આવેલા રણ તીડોના ટોળાએ કચ્છના ખેતરો પર આક્રમણ કર્યું, ખેડૂતો ટેન્શનમાં

Locust swarms descend on Kutch villages

પશ્ચિમ કચ્છના છેવાડા અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા લખપત તથા અબડાસા તાલુકાના ગામડાંમાં તીડના ટોળાં પ્રવેશતા ખેડૂતોમાં ઘેરી ચિંતાની લાગણી વ્યાપી છે. ગયા અઠવાડિયે પાકિસ્તાનમાં હલચલ મચાવનારા રણ તીડ (લોક્યુસ્ટ સ્વોર્મ)ના ટોળાએ કચ્છના ખેતરો પર આક્રમણ કર્યું છે. અત્યારે સારા વરસાદના પગલે સારો પાક થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે ત્યારે જો સમયસર નિયંત્રણના પગલાં નહીં લેવાય તો તીડોનું આક્રમણ પાકનો નાશ કરી નાખશે તેવી ભીતિ ફેલાઇ છે. જો કે તીડ નિયંત્રણ અધિકારી તીડોના ટોળા નાના પાયે છે અને તેની આક્રમણ શક્તિ ઓછી હોવાનું કહે છે. તીડનો ઉપદ્રવ દવા છંટકાવથી નિયંત્રણમાં આવી જવાનું તેઓ કહે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ