બ્રેકિંગ ન્યુઝ
VTV / lockdown in india viral news on social media-claims-lockdown is fake
Hiralal
Last Updated: 05:38 PM, 5 January 2023
ADVERTISEMENT
દેશ અને વિશ્વમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે હવે દેશમાં લોકડાઉનને લઈને મોટી અફવા ઉડી છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકડાઉન અને સ્કૂલ-કોલેજો બંધ રહેવાનું જણાવાયુ હતું. આવો મેસેજ વાયરલ થતા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હવે સરકારના પીઆઈબી વિભાગ દ્વારા વાયરલ મેસેજની તપાસ કરવામાં આવી અને તપાસમાં લોકડાઉન સંબંધિત ખબરને ફેક ન્યૂઝ ગણાવીને લોકોને આવી ખબર સાચી ન માનવાની અપીલ કરાઈ છે.
सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023
✅ ये सभी दावे फ़र्ज़ी हैं।
✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn
ADVERTISEMENT
લોકોમાં ફરી લોકડાઉનની ચર્ચા
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડ-19ને રોકવા માટે દેશમાં 15 દિવસનું લોકડાઉન રહેશે. સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉનને કારણે શાળા, કોલેજો, સરકારી કચેરીઓ 15 દિવસ માટે બંધ રહેશે. મેસેજમાં ટીવીના સ્ક્રીન શોટ્સ પણ શેર કરવામા આવી છે. મેસેજ ફેલાવાના કારણે લોકોમાં ફરી લોકડાઉનની ચર્ચા થવા લાગી હતી.
ગેરમાર્ગે દોરતા સંદેશાને ફોરવર્ડ ન કરવાની અપીલ
પીઆઈબી દ્વારા લોકડાઉનની ખબરનું ફેક્ટ ચેક કરાયું હતું અને તેમાં આ સમાચાર ફેક નીકળ્યાં હતા. સરકારના સત્તાવાર ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ફેક્ટ ચેકના આધારે જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના તમામ દાવા નકલી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પીઆઈબીએ ગેરમાર્ગે દોરતા સંદેશા ફોરવર્ડ ન કરવા લોકોને તાકીદ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.