બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Lockdown Gujarat Exam candidates social media campaign twitter hashtag

પરીક્ષા જાહેર કરો! / છૂટછાટ જાહેર થતાં જ ગુજરાતના યુવાનોનું ટ્વિટર પર #DeclareGujExams કેમ્પેઈન, જાણો મામલો

Hiren

Last Updated: 08:08 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લૉકડાઉન 4.0 લાગૂ થતાની સાથે જ પરીક્ષાર્થી યુવાનોની ધીરજ ખૂટી ગઇ છે. રાજ્યમાં અટકી પડેલી ભરતીઓ ફરી શરૂ કરવા માટે યુવાનો મેદાને પડ્યા છે. સરકારી ભરતીઓને લઇને ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં માગ ઉઠાવી છે.

  • લૉકડાઉનમાં છૂટછાટ મળતા જ યુવકોની ધીરજ ખૂટી
  • સોશિયલ મીડિયામાં ભરતી જાહેર કરવા કરી માગ
  • 2018માં જાહેર કરાયેલી પરીક્ષાઓ પણ હજુ સુધી લેવાઇ નથી

લૉકડાઉનમાં છૂટછાટ મળતા જ યુવકોની ધીરજ ખૂટી ગઇ છે. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જાહેર કરવાની માગ ઉઠી છે. સોશિયલ મીડિયામાં ભરતી જાહેર કરવાની માગ ઉઠી છે. ટ્વિટર પર #DeclareGujExams હેશટેગ સાથે માંગ કરવામાં આવી છે. #DeclareGujExams હેશટેગ સાથે 3.50 લાખથી વધુ ટ્વિટ કરવામાં આવી છે. ઉમેદવારોના આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ GPSC, ITI instructor, TET/TAT વગેરેની બાકી ભરતીઓ બહાર પાડવા માટે રાજ્ય સરકાર પાસે માંગ કરાઇ રહી છે.

2018માં જાહેર કરાયેલી પરીક્ષાઓ પણ હજુ સુધી લેવાઇ નથી

રાજ્યમાં સરકારી પદોની ભરતીઓ પુરી કરવા, બાકી સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન કરવા માગ ઉઠી છે. લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન નથી કરાયું. વિવાદને કારણે રદ્દ થયેલી પરીક્ષાઓની તારીખ પણ જાહેર નથી કરાઇ. 2018માં જાહેર કરાયેલી પરીક્ષાઓ પણ હજુ સુધી લેવાઇ નથી. તૈયારીઓમાં સમય અને નાણાં ખર્ચ છતાં પરીક્ષાનું આયોજન ન કરાતા ઉમેદવારો રોષે ભરાયા છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું સમર્થન

યુવકોને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ સમર્થન આપ્યું છે. અમિત ચાવડાએ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા ટ્વિટ કરી છે. રાજ્યમાં સરકારી પદોની ભરતીઓ પુરી કરવા અને બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન કરવા માગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર સામે અલગ અલગ પ્રકારનાં આંદોલનો ગાંધીનગરમાં લૉકડાઉન પહેલા ચાલી રહ્યા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેના ટાટના ઉમેદવારોએ પોતાની માંગો સાથે સત્યાગ્રહ છાવણીમાં ધરણા યોજ્યા હતા. ત્યારે હવે અત્યારે ટ્વિટર પર ચાલી રહેલ અભિયાન રાજ્ય સરકારને માટે કેટલાક સંકેતો આપી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Exam Twitter lockdown ગુજરાત ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા Gujarat Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ