એંધાણ / ક્યાંક કર્ફ્યૂ, ક્યાંક સ્કૂલો બંધ, દિલ્હીમાં કડક વલણ, શું ફરીથી લાગી રહ્યો છે લોકડાઉનનો રિવર્સ ગિયર?

lockdown again in india possibility of restrictions increased after localised curfew and schools closing

શું ફરી લોકડાફન થઈ રહ્યું છે. આ સવાલ લોકોના મોંઢા પર છે કેમ કે ગત કેટલાક દિવસોમાં એવા સંકેત મળી રહ્યા છે. કોરોનાના નવા કેસમાં ભલે ઘટાડો નોંધાયી રહ્યો હોય પરંતુ કેટલીક જગ્યાઓ પર સ્થિતિ વધારે ગંભીર થઈ રહી છે. અહીં નવેમ્બરના મહિનામાં કેસ વધવા લાગ્યા છે. ત્યારે કડકાઈ જરુરી છે. ગુજરાતના અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી પૂર્ણ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. દિલ્હીમાં સરકાર કડક વલણ અપનાવી રહી છે. કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સામિલ છે. ત્યારે દેશ વ્યાપી નહીં પરંતુ સ્થાનીય સ્તર પર લોકડાઉનની શક્યતાઓ વર્તાઈ રહી છે. કેન્ટોલમેન્ટ ઝોનમાં સંપૂર્ણ લોકડાઉન થઈ શકે છે પરંતુ મર્યાદિત વિસ્તારમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ